સ્વીડનમાં સાત જણને છરો મારનાર અફઘાન આરોપી માનસિક રોગી
પ્રતીકાત્મક તસવીર
સધર્ન સ્વીડનમાં એક શહેરમાં સાત જણને છરો ભોંકવાની શંકા હેઠળ ઝડપાયેલા આરોપી ૨૨ વર્ષના અફઘાની યુવકને ગઈ કાલે બે અઠવાડિયાં માટે પ્રી-ટ્રાયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. છરો ભોંકાયેલા સાતમાંથી ત્રણ વ્યક્તિની હાલત ગંભીર છે. એક્જો ડિસ્ટ્રિક્ટ કોર્ટે કસ્ટડીમાં રાખવાનો આદેશ આપતાં તેના પલાયન થઈ જવાનું જોખમ વ્યક્ત કર્યું હતું.
સાત જણની હત્યાના પ્રયાસના આરોપનો સામનો કરી રહેલા આ શંકાસ્પદ યુવાનની સ્વીડિશ નિયમો મુજબ ઓળખ પુરવાર થઈ શકી નથી.