ધ કતાર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ‘લાહ વા કલામ : એમ એફ હુસૈન મ્યુઝિયમ’નું ૨૮ નવેમ્બરે અનાવરણ થવાનું છે
આ મ્યુઝિયમ દિલ્હીના આર્કિટેક્ટ માર્તંડ ખોસલાએ એવી રીતે તૈયાર કર્યું છે
ભારતના લેજન્ડરી પેઇન્ટર એમ. એફ. હુસૈનની જીવનયાત્રા અને કલાયાત્રાને સમર્પિત એક વિશેષ મ્યુઝિયમ કતારના દોહામાં શરૂ થવા જઈ રહ્યું છે. ધ કતાર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ‘લાહ વા કલામ : એમ એફ હુસૈન મ્યુઝિયમ’નું ૨૮ નવેમ્બરે અનાવરણ થવાનું છે. આ મ્યુઝિયમ દિલ્હીના આર્કિટેક્ટ માર્તંડ ખોસલાએ એવી રીતે તૈયાર કર્યું છે કે મ્યુઝિયમની ઇમારતને જોતાં એવું લાગે કે જાણે આ ઇમારત હુસૈનના જ એક પેઇન્ટિંગને પ્રતિબિંબિત કરે છે.


