Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > માઉન્ટ ફુજી પર ૮૨૦૦ ફુટની ઊંચાઈએ ૭ વર્ષનો દીકરો થાકી ગયો તો તેને એકલો મૂકીને જૅપનીઝ પિતા આગળ વધી ગયા

માઉન્ટ ફુજી પર ૮૨૦૦ ફુટની ઊંચાઈએ ૭ વર્ષનો દીકરો થાકી ગયો તો તેને એકલો મૂકીને જૅપનીઝ પિતા આગળ વધી ગયા

Published : 24 August, 2026 11:58 AM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવારે ૭.૪૦ વાગ્યાની આસપાસ એક પહાડી ઝૂંપડીના કામદારે છોકરાને બેન્ચ પર એકલો બેઠો જોયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક જપાની પિતાએ ગુરુવારે સવારે લગભગ ૭.૩૦ વાગ્યે તેના ૭ વર્ષના પુત્રને માઉન્ટ ફુજીની ફુજીનોમિયા ટ્રેઇલ પર લગભગ ૮૨૦૦ ફુટ (આશરે ૨૪૯૦ મીટર)ની ઊંચાઈએ એકલો છોડી દીધો હતો, કારણ કે પુત્ર થાકી ગયો હતો અને પિતાને તેના સાથીઓ સાથે શિખર પર ચડવું હતું. આ ઘટનાથી જપાની સોશ્યલ મીડિયા પર યુઝર્સે પિતાની અવગણના અને બેજવાબદારીની ટીકા કરી હતી. 

૪૮ વર્ષના પિતા તેમના બે પુત્રો સાથે ટ્રેકિંગ કરી રહ્યા હતા. તેમનો એક પુત્ર નાગોયા પહેલા ધોરણનો વિદ્યાર્થી છે અને મોટો પુત્ર મિડલ સ્કૂલનો વિદ્યાર્થી છે. લગભગ ૨૪૯૦ મીટરની ઊંચાઈએ નાના છોકરા નાગોયાએ કહ્યું હતું કે તે થાકી ગયો છે. આ સમયે પિતાએ પાછા ફરવા અથવા હાઇકિંગ અટકાવવાને બદલે તેને રાહ જોવાની સૂચના આપીને તેના મોટા પુત્ર સાથે શિખર તરફ ચડાઈ શરૂ કરી હતી.



સવારે ૭.૪૦ વાગ્યાની આસપાસ એક પહાડી ઝૂંપડીના કામદારે છોકરાને બેન્ચ પર એકલો બેઠો જોયો હતો. ભારે વરસાદ શરૂ થતાં તે બાળકને ઝૂંપડીની અંદર આશ્રય માટે લઈ ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે પિતાને જાણ કરી હતી કે બાળકને આ રીતે પર્વત પર અધવચ્ચે છોડી દેવો અસ્વીકાર્ય છે, તમારે ચડાઈ છોડી દેવાની જરૂર હતી. પિતાએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મેં ઉતાવળમાં નિર્ણય લીધો હતો અને મને એનો ખૂબ જ અફસોસ છે. બાદમાં પોલીસ-અધિકારીઓએ પિતાને સખત ચેતવણી આપીને નાગોયાને સુપરત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 11:58 AM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK