અમેરિકાના એમ્પ્લૉયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ બૅકલૉગમાં ભારતીયોની ૧૧ લાખથી વધારે ઍપ્લિકેશન્સ પેન્ડિંગ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ગ્રીન કાર્ડ માટેનું વેઇટિંગ લિસ્ટ ખૂબ લાંબું છે. હવે એક નવા રિપોર્ટ અનુસાર ચાર લાખથી વધારે ઇન્ડિયન્સ ગ્રીન કાર્ડ મેળવે એ પહેલાં જ મૃત્યુ પામશે. અમેરિકાના એમ્પ્લૉયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ બૅકલૉગમાં ભારતીયોની ૧૧ લાખથી વધારે ઍપ્લિકેશન્સ પેન્ડિંગ છે.
ગ્રીન કાર્ડ કે પર્મનન્ટ રેસિડન્ટ કાર્ડ એ અમેરિકન ઇમિગ્રન્ટ્સને આ દેશમાં પર્મનન્ટ રહેવાની મંજૂરી આપવા ઇશ્યુ કરવામાં આવતો એક ડૉક્યુમેન્ટ છે.
ADVERTISEMENT
ગ્રીન કાર્ડ માટે ખૂબ જ વેઇટિંગ પિરિયડ એ એક ક્રાઇસિસ છે. જેને લીધે ભારતીય ઍપ્લિકન્ટ્સ માટે સતત અનિશ્ચિતતાની સ્થિતિ રહે છે. બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન અને ભારતીય અમેરિકન સંસદસભ્યો દ્વારા સતત પ્રયાસો કરવા છતાં આ સ્થિતિ છે.
ભારતીયોને ગેરલાભ
અમેરિકા સ્ટેમ (સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથ્સ)માં જૉબ્સ માટે ભારત અને ચીનમાંથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે. જોકે દર વર્ષે દરેક દેશના લોકોને મર્યાદિત સંખ્યામાં ગ્રીન કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે. વર્ષે માત્ર સાત ટકા જ એમ્પ્લૉયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ્સ કોઈ એક દેશના લોકોને આપવામાં આવે છે. જેનાથી ભારતીયોને ખૂબ જ ગેરલાભ થઈ રહ્યો છે. બૅકલૉગમાં રહેલા અડધાથી વધુ અમેરિકન કંપનીઓમાં કામ કરતા એમ્પ્લૉઇઝની પાસે સ્ટેમમાં ઍડ્વાન્સ્ડ ડિગ્રી છે અને અમેરિકામાંથી એજ્યુકેશન પણ મેળવ્યું છે.
18
કુલ આટલા લાખ એમ્પ્લૉયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ ઍપ્લિકેશન્સ અત્યારે આ દેશમાં પેન્ડિંગ છે, જેમાંથી ૬૩ ટકા ઍપ્લિકેશન્સ ભારતીયોની છે.
134
ભારતમાંથી નવા ઍપ્લિકન્ટ્સ માટે વેઇટિંગ ટાઇમ આટલાં વર્ષથી પણ વધારે સમયનો છે.
83
અમેરિકા સ્થિત થિન્ક ટૅન્ક કૅટો ઇન્સ્ટિટ્યૂટે એના રિપોર્ટમાં જણાવ્યું છે કે ફૅમિલી સ્પૉન્સર્ડ સિસ્ટમમાંથી આટલા લાખ ઍપ્લિકેશન્સ પેન્ડિંગ છે.
4,24,000
એમ્પ્લૉયમેન્ટ આધારિત આટલા ઍપ્લિકન્ટ્સ રાહ જોતાં જ મૃત્યુ પામશે અને એમાંથી ૯૦ ટકાથી વધારે ભારતીયો રહેશે.


