અમેરિકાના ૧૯ સંસદસભ્યોનો ગુસ્સો ફાટ્યો, ટ્રમ્પને પત્રમાં ચેતવણી આપીને કહ્યું...
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન કૉન્ગ્રેસના ૧૯ સંસદસભ્યોએ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને એક ચિઠ્ઠી લખી છે જેમાં સખત સંદેશ મોકલીને ભારત સાથેના સંબંધો સુધારવા વિશે કહ્યું છે. આ સંસદસભ્યોએ ટ્રમ્પને અપીલ કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા તનાવને તરત જ ઘટાડવા માટેનાં પગલાં લેવામાં આવે અને ભારત પર લગાવેલી વધારાની ટૅરિફ પાછી ખેંચવામાં આવે.
૮ ઑક્ટોબરે અમેરિકાના ૧૯ સંસદસભ્યોએ સંસદસભ્ય ડેબોરો રૉસ અને રો ખન્નાના નેતૃત્વમાં વાઇટ હાઉસને પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે કે ભારત પર ૩૦ ટકા ટૅરિફ વધારવાના નિર્ણયથી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતની સાથે અમેરિકાના સંબંધોને નુકસાન પહોંચ્યું છે અને આ પગલાથી બન્ને દેશોનાં હિત પર નકારાત્મક અસર પડી છે.


