હૉલિવૂડની પૉપ સિંગર બ્રિટની સ્પીયર્સ (Britney Spears)એ પોતાના 28 વર્ષના મંગેતર સેમ અસગારી સાથે લગ્ન કરી લીધા છે. કપલે કેલિફૉર્નિયાના લૉસ એન્જલિસમાં એક ઇન્ટિમેટ સેરેમની (Britney Spears and Sam Asghari Wedding)માં લગ્ન કર્યા. હજી આ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર નથી આવી, પણ લગ્ન સાથે જોડાયેલો ડ્રામા ચોક્કસ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટની સ્પીયર્સના એક્સ હસબન્ડ જેસન એલેક્ઝેન્ડર (Jason Alexander)એ તેમના લગ્નમાં જબરજસ્તી ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. (તસવીર સૌજન્ય બ્રિટની સ્પીયર્સ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
10 June, 2022 07:56 IST | Mumbai