હૉન્ગકૉન્ગમાં બહુમાળી રહેણાંક ટાવરમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે ગુરુવારે બીજા દિવસે પણ અગ્નિશમન દળોએ પ્રયત્નો કર્યા હતા. આ ઘટનામાં હવે મૃત્યુઆંક 75 પર પહોંચી ગયો છે અને 280 થી વધુ લોકો ગુમ છે, અધિકારીઓએ આ આગને 70 વર્ષમાં શહેરની સૌથી ખરાબ આપત્તિ ગણાવી હતી. વધુમાં લગભગ 76 લોકો ઘાયલ થયા હતા, જેમાં 15 ની હાલત અત્યંત ગંભીર છે અને 28 હજી પણ ગંભીર છે. મૃતકોમાં એક અગ્નિશમનના જવાનનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો હજી પણ ઇમારતોમાં ફસાયેલા છે. (તસવીરો: એજન્સી)
27 November, 2025 09:16 IST | Hong Kong | Gujarati Mid-day Online Correspondent