અમેરિકામાં પ્રેસિડન્ટનું ઇલેક્શન આવી રહ્યું છે અને એ માટે કૅમ્પેન ચાલી રહ્યું છે.
કમલા હૅરિસ અને સિંગર બિયૉન્સે
અમેરિકાની વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસે તેના ૨૦૨૪ના કૅમ્પેન માટે અમેરિકન સિંગર બિયૉન્સે પાસે એક પરવાનગી માગી હતી. અમેરિકામાં પ્રેસિડન્ટનું ઇલેક્શન આવી રહ્યું છે અને એ માટે કૅમ્પેન ચાલી રહ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની સામે હાલના પ્રેસિડન્ટ જો બાઇડન ઇલેક્શન લડી રહ્યા હતા. જોકે જો બાઇડને ઇલેક્શન નહીં લડવાનું નક્કી કર્યું છે અને એની જગ્યાએ કમલા હૅરિસ પ્રેસિડન્ટનું ઇલેક્શન લડશે એવી ચર્ચા છે. કમલા હૅરિસે હાલમાં તો આ કૅમ્પેનની કમાન સંભાળી છે. આ કૅમ્પેન માટે તેને બિયૉન્સેના ગીત ‘ફ્રીડમ’ની જરૂર હતી. આ ગીતનો ઉપયોગ કરવા માટે તેણે સ્પેશ્યલી બિયૉન્સે પાસે પરવાનગી માગી હતી. આ માટે બિયૉન્સેએ પરવાનગી આપી દીધી છે. તે સીધી કમલા હૅરિસને સપોર્ટ નથી કરી રહી, પરંતુ ઘણા લોકો એવું માની રહ્યાં છે કે આ રીતે તે આડકતરી રીતે સપોર્ટ કરી રહી છે. બિયૉન્સેની મમ્મી ટીના પહેલેથી કમલા હૅરિસને સપોર્ટ કરતી આવી છે.

