વડાપ્રધાનના 5F વિઝન - ફાર્મ ટુ ફાઇબરથી ફેબ્રિકથી ફેશનથી ફોરેનથી પ્રેરિત, ગુજરાત સરકાર ભારત સરકાર તરફથી ઔપચારિક મંજૂરી મેળવ્યા બાદ ગુજરાતના નવસારીમાં PM મિત્ર પાર્કની સ્થાપના કરી રહ્યું છે. ૨૨ મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્રમોદી દ્વારા આ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવશે .ગુજરાતને ભારતના ટેક્સટાઈલ હબ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય તેના વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ અને રોકાણ-સહાયક પહેલ માટે પણ જાણીતું છે. ગુજરાત ક્ષેત્રીય વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સુઘડ નીતિઓ ધરાવે છે. ટેક્સટાઇલ સેક્ટરમાં ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી, 2019 હેઠળ વ્યાજ સબસિડી, પાવર ટેરિફમાં રાહત, ટેક્નોલોજી અપગ્રેડેશન અને અન્ય ઘણા પ્રોત્સાહનો આપવામાં આવે છે.
"આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 હેઠળ, ટેક્સટાઇલ સેક્ટરને "થ્રસ્ટ" તરીકે ઓળખવામાં આવ્યું છે જે ઉદ્યોગપતિઓને વધારાના આકર્ષક લાભો પણ પૂરા પાડે છે