Valsad News: કુલ 8 સ્ટુડન્ટ્સ બે રીક્ષાઓ કરીને રોહિયાળ તલાટ નામના ગામમાં પાંડવકુંડમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. ચારના મોત થયા છે.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના વલસાડ (Valsad News) જિલ્લામાં ફરી એક એવા સમાચાર સામે આવ્યા છે જે બાદ રૂંવાટા ઊભા થઈ જાય. રોહિયાળ તલાટ ગામમાં કેટલાંક કોલેજિયન સ્ટુડન્ટ્સ ફરવા માટે આવ્યા હતા. મોજ મજા કરતાં આ સ્ટુડન્ટ્સે ત્યાં આવેલ પાંડવકુંડમાં સ્નાન કરવાનું વિચાર્યું હતું. પણ અહીં સમાન કરતી વખતે તેઓ ડૂબી ગયા હતા. એક જ કોલેજના આ ચાર સ્ટુડન્ટનું મોત થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે.
કઇ કોલેજમાં અભ્યાસ કરતાં હતા આ સ્ટુડન્ટ્સ
ADVERTISEMENT
Valsad News: KBS કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ અહીં ફરવા માટે આવ્યું હોવાના અહેવાલ છે. જેમાંથી ચારનાં મોત થયા છે. આ ચાર સ્ટુડન્ટ્સની સાથે એક રિક્ષાચાલક પણ તરવા પાંડવકુંડમાં ઉતર્યો હતો પણ તેની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે જ્યારે આ ચારેય સ્ટુડન્ટ બચી શક્ય નથી.
બે ગ્રુપ ફરવા માટે આવ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 8 સ્ટુડન્ટ્સ બે રીક્ષાઓ કરીને રોહિયાળ તલાટ નામના ગામમાં ફરવા માટે આવ્યા (Valsad News) હતા. પાંડવકુંડમાં ચાર સ્ટુડન્ટ અને એક રિક્ષાચાલક પણ સ્નાન કરવા માટે ઊતર્યા હતા. પણ અચાનક આ ચારેય સ્ટુડન્ટ ડૂબવા લાગ્યા હતા. આ સાથે જ બીજા બે વિદ્યાર્થીઓ તેમને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું.
આ લોકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે તેમની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. તેમાં સૌના પ્રયાસથી બે સ્ટુડન્ટ્સને બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય પાંચ જણ જેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેઓને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ચાર સ્ટુડન્ટ્સના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે રિક્ષાડ્રાઈવરની હાલત સ્થિર હતી.
કપરાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
પાંડવકુંડમાં ડૂબેલા 5 લોકોને તાત્કાલિક સારવાર (Valsad News) માટે કપરાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ડોકટરોએ તેમાંથી 4 સ્ટુડન્ટ્સને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રિક્ષાચાલકનો બચાવ થયો હોવાનું જણાવ્યું હતું.
પાંડવકુંડ પાસે થયેલ આ ગોઝારા અકસ્માતમાં પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે (Valsad News) આવી ગઈ હતી અને આ આખા મામલાની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મૂળભૂત રીતે તમામ સ્ટુડન્ટ્સ વલસાડ પાસેના દમણમાં રહેતા હતા. તેઓ સાથે મળીને આનંદ કરવા અહીં ફરવા માટે આવ્યા હતા.
મૃતક સ્ટુડન્ટ્સની ઓળખ ધનંજય ભોંગરે, આલોક શાહ, અનિકેત સિંહ અને લક્ષ્મણપુરી ગોસ્વામી તરીકે થઈ છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારને જાણ કરી દેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


