દેશનાં ૨૩ વિખ્યાત મંદિરો સહિતનાં પવિત્ર સ્થળોનાં ચિત્રો બનાવીને ઇન્ફ્લુએન્સર બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
પોતાને મળેલા મેડલ અને સર્ટિફિકેટ સાથે કલાકારો.
વડોદરામાં એક જ દિવસમાં એકસાથે ૨૩ કલાકારોએ વિવિધ પ્રકારના કલરથી દેશનાં ૨૩ વિખ્યાત મંદિરો સહિતનાં પવિત્ર સ્થળોનાં ચિત્રો બનાવીને ઇન્ફ્લુએન્સર બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
વડોદરામાં ૩૧ મેએ વડોદરા, અમદાવાદ, પાદરા, ક્વાંટ અને હાલોલ શહેરના ૨૩ કલાકારો એકઠા થયા હતા અને તેમણે ભારતનાં પવિત્ર સ્થળોની થીમ સાથે કૅન્વસ પર વિવિધ કલર-માધ્યમથી મંદિરો સહિત પવિત્ર સ્થળોનાં ચિત્રો બનાવ્યાં હતાં.
કલાકારોએ સાંઈ મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, કેદારનાથ મંદિર, બદ્રીનાથ મંદિર, રામ મંદિર, સોમનાથ મંદિર, રામેશ્વરમ મંદિર, મહાકાલી મંદિર, જગન્નાથપુરી મંદિર, સૂર્ય મંદિર, બગદાણા મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, સુવર્ણ મંદિર, વડતાલ ધામ, બૌદ્ધ સ્તૂપ, બનારસ ઘાટ, કાયાવરોહણ શિવ મંદિર, હૃષીકેશ, મથુરા મંદિર, કાંચીપુરમ્ મંદિર, અક્કલકોટ, મજીશા મંદિર અને અક્ષરધામ સહિતનાં પવિત્ર સ્થળોનાં ચિત્રો બનાવ્યાં હતાં. વડોદરામાં આવેલી પી. એન. ગાડગીળ આર્ટ ગૅલરીમાં રંગોળી-કલાકાર રાજેન્દ્ર ડિંડોરકરે ૮ જૂને આ ચિત્રોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું અને ૨૩ કલાકારોને સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં.’

