મેં જે કંઈ કર્યું એ દીકરીના પઝેશન માટે કર્યું

આડા સંબંધ : પ્રેમી સુકેતુ મોદી અને વેલ્સી.
ADVERTISEMENT
સુરતના બિઝનેસમૅન દિશિત જરીવાલાની હત્યામાં પકડાયેલી વાઇફ વેલ્સી અને તેના બૉયફ્રેન્ડ સુકેતુ મોદીની પૂછપરછમાં જેકોઈ વાતો બહાર આવી રહી છે એ રૂંવાડાં ઊભાં કરી દેનારી છે. વેલ્સીએ કબૂલ્યું છે કે દિશિતની હત્યા કરવાનો વિચાર મારો પોતાનો હતો અને એ વિચારને સુકેતુ અને તેના ડ્રાઇવરે અમલમાં મૂક્યો હતો. વેલ્સી નહોતી ઇચ્છતી કે તેની ૬ મહિનાની દીકરીને તેણે છોડવી પડે. વેલ્સી અને દિશિતને બનતું નહોતું એ વિશે ઑલરેડી વેલ્સીની ફૅમિલીને ખબર જ હતી અને એ વિશે ઘરમાં ચર્ચા પણ થઈ હતી. વેલ્સીની ફૅમિલીએ એક વખત તંગ આવીને ડિવૉર્સમાં સર્પોટ કરવાની હા પણ પાડી હતી, પરંતુ જો એવું બને તો દિશિત ર્કોટમાં વેલ્સીના કૅરૅક્ટરને વચ્ચે લઈ આવીને કોઈ પણ હિસાબે દીકરીનું પઝેશન વેલ્સીને ન મળે એવું કરી શકે એવું વેલ્સીને લાગતું હતું. દીકરીના પ્રેમમાં મા એટલા સ્તરે પાગલ બની હતી કે દીકરી માટે તે પતિની હત્યા કરવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી અને એ માટે તેણે સુકેતુને તમામ પ્રકારની મદદ કરી હતી.
મહિનાઓ પહેલાં એક ક્રાઇમ-શોમાં આ જ પ્રકારનો કેસ બન્યો હતો, જેમાં મમ્મીએ દીકરીનું પઝેશન તેની પાસે રહે એ માટે બૉયફ્રેન્ડને મર્ડર માટે બધી હેલ્પ કરી હતી. એ કેસમાં એવી તે કઈ ભૂલો કરી હતી જેને લીધે બૉયફ્રેન્ડ અને વાઇફ બન્ને પકડાયાં એનો સ્ટડી પણ વેલ્સી અને સુકેતુએ કર્યો હતો અને યુટ્યુબ પર એ શો પણ અનેક વખત જોઈ લીધો હતો અને એમાં થયેલી ભૂલનું પુનરાવર્તન ન થાય એની ચીવટ પણ રાખી છતાં આ ક્રાઇમ-મંડળી ઘ્ઘ્વ્સ્ કૅમેરા ભૂલી ગઈ હતી. સોસાયટીમાં લાગેલા ઘ્ઘ્વ્સ્ કૅમેરાના ફુટેજમાં સુકેતુ અને તેનો ડ્રાઇવર આસાનીથી ઘરમાં દાખલ થતા દેખાયા એટલે પોલીસને વેલ્સી પર શક ગયો, પણ બધી વિધિ પૂરી થવા દીધી અને એ પછી પોતાની આગવી સ્ટાઇલમાં વેલ્સીની પૂછપરછ કરતાં ભાંડો ફૂટી ગયો. વેલ્સીએ ગઈ કાલે પોલીસ પાસે એ પણ કબૂલ્યું કે દીકરીના પઝેશન માટે જો સુકેતુએ દિશિતના મર્ડરમાં સાથ ન આપ્યો હોત તો હું પોતે એ કામ એકલા હાથે કરી લેત.
પતિનું મર્ડર કરનારી વેલ્સી જવાબ આપવામાં ક્યાંય ખચકાતી નહોતી અને બધા જવાબો હસતાં-હસતાં આપતી હોવાથી પોલીસને પણ આશ્ચર્ય થતું હતું. વેલ્સી જેના પ્રેમમાં છે અને જેની સાથે મૅરેજ કરવા માગે છે એ સુકેતુ વેલ્સીનો કઝિન છે અને એ કારણસર ભૂતકાળમાં બન્નેનાં મૅરેજ થઈ શક્યાં નહોતાં.
વેલ્સી અને સુકેતુને સુરત ર્કોટે ૭ દિવસના રિમાન્ડ આપ્યા છે.


