શ્રીમદ ભગવદ્ગીતાના ૧૮ શ્લોક પર આધારિત ૧૪૦ ફુટ લાંબી રાખડી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ્સે બનાવી
રાખડી
અમદાવાદમાં આવેલી સાધના વિનય મંદિર સ્કૂલમાં શ્રીમદ ભગવદ્ગીતાના ૧૮ શ્લોક પર આધારિત ૧૪૦ ફુટ લાંબી રાખડી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ્સે બનાવીને ગઈ કાલે ડિસ્પ્લે કરી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ૪૫ મીટર કાપડ પર ઊનના દોરામાંથી જાતે બનાવેલા ૩૬ બુટ્ટા, ૩૦૦ ઝૂમકા, ૩૦૦ નંગ નાની રાખડીઓ સાથે ૧૨ દિવસની મહેનત બાદ સ્ટુડન્ટ્સે લાંબી રાખડી પૂરી કરી હતી.


