Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટમાં ૧૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પડ્યો

રાજકોટમાં ૧૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પડ્યો

13 July, 2022 10:54 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

હજી તો મૉન્સૂનને મહિનો નથી થયો ત્યાં જરૂરિયાતનો ૫૦ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં પડી ગયો

વરસાદથી ડેમો છલકાયા

વરસાદથી ડેમો છલકાયા



રાજકોટ ઃ સાઇક્લોનિક પ્રેશરને કારણે તીવ્રતા સાથે ઍક્ટિવ થયેલી મૉન્સૂન સિસ્ટમે ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છને હડફેટમાં લીધાં હતાં. એકધારા એક વીકથી સતત પડી રહેલા વરસાદે ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ દર્શાવ્યો હતો, જેમાં રાજકોટ સૌથી અગ્રીમ સ્થાને રહ્યું હતું. ગઈ કાલે રાજકોટમાં માત્ર ૧૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પડ્યો હતો. એની સાથે જુલાઈના ૧૨ દિવસમાં રાજકોટમાં વરસાદનો આંકડો ૨૧ ઇંચને ક્રૉસ કરી ગયો છે. એક જ દિવસમાં પડેલા ૧૩ ઇંચ વરસાદને કારણે ૬૦ ટકા રાજકોટમાં પાણી ભરાયાં હતાં. આગલા દિવસની રેડ અલર્ટ નોટિસને કારણે સ્કૂલ-કૉલેજ બંધ હોવા છતાં ભારે વરસાદે હાલાકીમાં જબરદસ્ત વધારો કર્યો હતો. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગઈ કાલે ૩થી ૬ ઇંચ વરસાદ પડ્યો હતો.
ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રને કનેક્ટ કરતા ૭ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતાં એ હાઇવે બંધ કરવા પડ્યા છે, તો સાથોસાથ ટ્રેન અને ફ્લાઇટ સર્વિસને પણ અસર થઈ છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાક હજી પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
ગઈ કાલે ગુજરાતના ૧૩૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આજે વરસાદની સંભાવના સાથે રાજકોટ, અમરેલી, કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2022 10:54 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK