Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

02 May, 2019 09:09 PM IST | રાજકોટ

રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

રાજકોટમાંથી બુકી ઝડપાયા (Image Courtesy : Bipin Tankaria)

રાજકોટમાંથી બુકી ઝડપાયા (Image Courtesy : Bipin Tankaria)


રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઇપીએલ પર સટ્ટા રમતા લોકો ઝડપાયા છે. ત્યારે ગુરૂવારે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદોના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે આઇપીએલ મેચ પર સટ્ટાના નેટવર્કનો પર્દાફાર્શ કર્યો હતો. પોલીસે નામચીન બૂકી સહિત 9 શખસોને ઝડપી લઈ રૂા.2.89 લાખની મત્તા કબજે કરતા 50થી વધુ શખસોના નામ ખુલતાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વિજિલન્સ ટીમે શહેરમાં યાજ્ઞિક રોડ નજીક આવેલ રામકૃષ્ણ નગરમાં શેરી નં.1માં રાજકમલ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી આઇપીએલનો સટ્ટાનો નેટવર્કનો પદાર્ફાશ કરતાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે નામચીન બુકી સહિત 9 શખસોને ઝડપી લઈ રૂા.2.89 લાખની મત્તા કબજે કરતા 50થી વધુ શખસોના નામ ખુલતાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે જુગારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. 15 કલાકથી વધુ સમયથી ચાલતા આ ઓપરેશનમાં કેટલાક નામચીન બૂકીઓના નામ બહાર આવ્યા હતાં. પોલીસે કેટલાંક શખસોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.



પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યાજ્ઞિક રોડ પર આવેલ કમલેશ જવેલર્સની પાછળ રાજકમલ એપાર્ટમેન્ટમાં આઇપીએલના સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ સતિષ રામાણી સહિતના સ્ટાફે દરોડો પાડતાં ગઈકાલના દિલ્હી ચેન્નાઈના આઈપીએલના ટી-20 મેચમાં qક્રકેટ સટ્ટાનું નેટવર્ક પર દરોડો પાડતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે આઈપીએલ સટ્ટો ચલાવતા નામચીન બૂકી સચિન નરેન્દ્રભાઈ ઠકકર તેમજ અલ્પેશ નવીન સુવા, પ્રકાશ ભરત મોરજરિયા, શ્યામ જમનાદાસ, અંકુર, ધર્મેશ, શિવરાજ ભરતસિંહ સિસોદિયા સહિત 9 શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂા.2.89 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આઈપીએલ સટ્ટાના દરોડામાં 15 કલાકથી વધુ ચાલતા સ્ટેટ વિજિલન્સની તપાસમાં 50થી વધુ શખસોના નામ ખુલતાં તેમજ આ સટ્ટો સ્થાનિક પોલીસની મંજૂરીથી ચાલતો હતો કે કેમ તેની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ કચ્છમાં દારૂની રેઇડ કરવા ગયેલી પોલીસ ટુકડી પર હુમલો અને ગોળીબાર

પોલીસની વિશેષ તપાસમાં છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આઈપીએલ સટ્ટાઓ ચાલતાં હોય તેમાં સ્થાનિક પોલીસની સંડોવણી હોવાની ચર્ચાઓ ઉઠી છે જ્યારે ગઈકાલે રામકૃષ્ણનગરમાં રાજકમલ એપાર્ટમેન્ટમાં પડેલા આઈપીએલના સટ્ટાના નેટવર્કમાં પડેલા દરોડામાં સ્થાનિક પોલીસના તપેલા ચડી જશે કે કેમ તે અંગે લોકોમાં ચર્ચા જાગી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2019 09:09 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK