રાજકોટ: કોન્સ્ટેબલ અને ASIના આપઘાત પ્રકરણમાં CCTV મળતા કોકડું ગુંચવાયું
કોન્સ્ટેબલ અને ASIના આપઘાત કોકડું ગુંચવાયું
રાજકોટમાં ગુરૂવારે પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ અને મહિલા ASI ખુશ્બુનાં આપઘાત કેસમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. શુક્રવારે પોલીસ દ્વારા જે રૂમમાં આપઘાત કર્યું હતું ત્યાંથી વધુ એક રિવોલ્વર મળી હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે જ્યા ખુશ્બુ કાનાબાર જે બિલ્ડીંગમાં રહેતી હતી ત્યારે રાત્રે 11 વાગ્યાથી સવારે પોણા 3 વાગ્યા સુધી એક શંકાસ્પદ ગાડી અવર જવર કરી રહી છે. ખુશ્બુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઈ-વિંગમાં રહેતી હતી અને આ ગાડી આ સમય દરમિયાન 3 વાર ઈ-વિંગમાં આવી હતી અને ગઈ હતી. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સીસીટીવી ફુટેજ અનુસાર જે ગાડી કેમેરામાં કેદ થઈ છે તે રવિ રાજ સિંહની બાજુમાં જ પાર્ક કરવામાં આવી હતી અને આ ગાડી જ્યારે બિલ્ડીંગમાંથી બહાર નીકળી ત્યારે રવિરાજની ગાડી પણ બહાર નીકળી હતી. જો કે આ ગાડી રાત્રે 12 વાગ્યાની આસપાસ ફરી બિલ્ડીંગમાં દાખલ થઈ હતી અને આ સમયે રવિરાજની ગાડી પણ સાથે હતી. આ ગાડી છેલ્લે રાત્રે પોણા 3 વાગ્યે બિલ્ડીંગમાંથી પૂર ઝડપે નીકળી હતી અને રવિરાજની ગાડી આ વખતે સાથે હતી નહી.
ADVERTISEMENT
આ પણ વાંચો: વરૂણદેવને રિઝવવા અને સરકારને જગાડવા ખેડૂતોએ કરી રામધૂન
પોલીસ તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે રવિરાજ અને ખુશ્બુએ પણ બેથી ત્રણ વાગ્યાની વચ્ચે આપઘાત કરી લીધો હતો. પોલીસ હાલ શંકાસ્પદ કાર મામલે પણ તપાસ આદરી છે. કારણ કે રવિરાજ અને શંકાસ્પદ કાર સાથે જ બહાર નીકળી અને પ્રવેશી હતી. છેલ્લા શંકાસ્પદ કાર એકલી બહાર નીકળી હતી. બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે એફએસએલની ટીમ પહોંચે તે પહેલા પોલીસે બંનેની લાશને ખસેડી હતી. મીડિયામાં જે તસવીરો પ્રકાશિત થઈ હતી તેમાં ખુશ્બુ જમીન પર ચતા પડ્યા હતા, જ્યારે રવિરાજ બાજુમાં ઢળીને પડ્યાં હતાં, તેમજ તેમનું માથું કબાટના ખાના તરફ ઢળેલું હતું અને નીચે રિવોલ્વર પડી હતી.


