વતનમાં વડાપ્રધાનઃ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું કર્યું લોકાર્પણ
વડાપ્રધાને દાંડીમાં સભાને કર્યું સંબોધન
મહાત્મા ગાંધી અને તેમની સાથે જોડાયેલા 81 લડવૈયાઓની પ્રતિમાથી દાંડી યાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ નમક સત્યાગ્રહ સ્મારકના માધ્યમથી કરવામાં આવ્યો છે. 110 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્મારકમાં ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકવામાં આવ્યા છે.જેના લોકાર્પણ બાદ વડાપ્રધાને જનસભાને સંબોધન પણ કર્યું.
આ પણ વાંચોઃ વતનમાં વડાપ્રધાનઃ સુરતમાં કર્યું વિનસ હૉસ્પિટલનું લોકાર્પણ
ADVERTISEMENT
નમક સત્યાગ્રહ સ્મારક 15 એકરમાં બનાવવા3માં આવ્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં નમક પકવવામાં આવશે. સરોવરની આસપાસ પાથ-વે બનાવવામાં આવ્યા છે. સાથે જ પ્રવાસીઓ માટે કાફેટેરિયા, પાર્કિંગ, લાઈબ્રેરી, હૉલ જેવી પણ સુવિધાઓ છે. અહીં ગાંધીબાપુની 18 ફૂટ ઉંચી પંચધાતુની પ્રતિમા મુકાવવામાં આવી છે. પ્રતિમા પાસે ઉંચો ક્રિસ્ટલ ટાવર બનાવવામાં આવ્યો છે. જેમાં દીવાદાંડી બનાવાઈ છે. સાથે વિશાળ સોલર પાર્ક બનાવાયો છે જેમાંથી ઉત્પન્ન થતી વીજળીનો સ્મારકમાં ઉપયોગ કરાશે.


