વતનમાં વડાપ્રધાનઃ સુરતમાં કર્યું વિનસ હૉસ્પિટલનું લોકાર્પણ
વડાપ્રધાન મોદીએ કર્યું વિનસ હૉસ્પિટલનું ઉદ્ધાટન
સુરતના રિંગરોડ પર બનાવવામાં આવેલી અત્યાધુનિક વિનસ હૉસ્પિટલનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું. સુરતના રામપુરા વિસ્તારમાં 112 વર્ષ જૂની આ હૉસ્પિટલ હતી. જે અશાક્તશ્રમની હતી. જેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને તેને રસિલાબેન સેવંતીલાલ શાહ વિનસ હૉસ્પિટલના નામથી ઓળખવામાં આવશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી સુરતમાં: નોટબંધી પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો આ જવાબ
ADVERTISEMENT
શું છે હૉસ્પિટલનું વિશેષતા?
201 બેડ ધરાવતી વિનસ હૉસ્પિટલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી ધરાવે છે. તેમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ છે. વિનસ હૉસ્પિટલ ટ્રસ્ટની હૉસ્પિટલ છે જેમાં ગરીબોને મુખ્યમંત્રી અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના, આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે.


