૨૦૨૩ની બીજી એપ્રિલે ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન ડેના રોજ ગુજરાતમાં બીજેપીના મેડિકલ સેલ દ્વારા સીપીઆરની ટ્રેઇનિંગ આપવાનું આયોજન થયું હતું,
ગઈ કાલે વર્લ્ડ રેકૉર્ડ્સના પ્રતિનિધિએ ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને અવૉર્ડ અને સર્ટિફિકેટ એનાયત કર્યાં હતાં.
ગુજરાત બીજેપીના ૪૫,૦૦૦ જેટલા કાર્યકરોએ એક જ દિવસમાં સીપીઆર (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન)ની ટ્રેઇનિંગ લેતાં ઇન્ડિયામાં રેકૉર્ડ થયો હતો એને પગલે ગુજરાત બીજેપીએ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. હવે ગુજરાતમાં અંદાજે ૪૯,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને સીપીઆરની ટ્રેઇનિંગ અપાશે.
ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર કોબા ખાતે આવેલા ગુજરાત બીજેપીના કાર્યાલયમાં ગઈ કાલે વર્લ્ડ રેકૉર્ડ્સના પ્રતિનિધિએ ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને અવૉર્ડ અને સર્ટિફિકેટ એનાયત કર્યાં હતાં. ૨૦૨૩ની બીજી એપ્રિલે ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન ડેના રોજ ગુજરાતમાં બીજેપીના મેડિકલ સેલ દ્વારા સીપીઆરની ટ્રેઇનિંગ આપવાનું આયોજન થયું હતું, જેમાં ૩૭ મેડિકલ કૉલેજોમાં બીજેપીના ૪૫,૦૦૦થી વધુ કાર્યકરોને ૨૫૦૦ ડૉક્ટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા સીપીઆરની ટ્રેઇનિંગ અપાઈ હતી.
ADVERTISEMENT
અવૉર્ડ સ્વીકાર્યા બાદ સી. આર. પાટીલે કહ્યું કે ‘એક જ દિવસમાં લગભગ ૪૫,૦૦૦થી વધુ કાર્યકરોએ ટ્રેઇનિંગ લીધી હતી અને ૨૫૦૦ ડૉક્ટરોએ આ ટ્રેઇનિંગ આપી હતી. કોઈને અચાનક અટૅક આવે અને ૧૦૮ ઍમ્બ્યુલન્સને આવતાં પાંચ-સાત મિનિટ લાગે એ દરમ્યાન સીપીઆરની ટ્રેઇનિંગ લેનાર વ્યક્તિ ત્યાં હાજર હોય તો અને તે સારવાર આપે તો ચોક્કસ એનાથી ફાયદો થાય અને ઘણી વાર કોઈનો લાડકવાયો કે ઘરના મોભીનું જીવન બચાવી શકાય. આખા દેશમાં ગુજરાત આમાં પ્રથમ છે. જનસેવાના આ કાર્યને વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે અને ઇન્ડિયાનો રેકૉર્ડ બન્યો છે. આવતા દિવસોમાં પોલીસના ૪૯,૮૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને પણ આની ટ્રેઇનિંગ અપાશે. પોલીસ જો આવી ટ્રેઇનિંગ લેશે તો એનો ફાયદો વધુ થશે એવી અપેક્ષા છે.’


