એક મેજિસ્ટ્રેટ કૉર્ટે પણ પટેલ વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યું હતું. સનદ રહે તાજેતરમાં જ પોલીસે આ મામલે આરોપનામું દાખલ કર્યું હતું. આરોપનામામાં ઓરેવા સમૂહના પ્રબંધ નિદેશન જયસુખ પટેલનું નામ 10મા આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

ફાઈલ તસવીર
મોરબી બ્રિજ (Morbi Bridge) અકસ્માતમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે આત્મસમર્પણ કરી દીધું છે. જયસુખ પટેલે મોરબીમાં મુખ્ય ન્યાયિક દંડાધિકારીની કૉર્ટમાં સરેન્ડર કર્યું. જણાવવાનું કે રાજકોટ પોલીસ તરફથી ઓરેવા સમૂહના પ્રમોટર જયસુખ પટેલ વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યું હતું. એક મેજિસ્ટ્રેટ કૉર્ટે પણ પટેલ વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યું હતું. સનદ રહે તાજેતરમાં જ પોલીસે આ મામલે આરોપનામું દાખલ કર્યું હતું. આરોપનામામાં ઓરેવા સમૂહના પ્રબંધ નિદેશન જયસુખ પટેલનું નામ 10મા આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. નવ આરોપીની પહેલાથી ધરપકડ કરવામાં આવી છે.
જણાવવાનું કે મોરબીમાં મચ્છૂ નદી પર બનેલા બ્રિટિશ કાળનો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઑક્ટોબરના તૂટી ગયો હતો. આ પુલના સંચાલન અને દેખરેખની જવાબદારી અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ઓરેવા સમૂહ પાસે હતી. કહેવામાં આવે છે કે પુલ મરામત કરવાના થોડાક દિવસ બાદ જ તૂટી ગયો હતો. આ મામલે પોલીસે મોરબીના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અમજે ખાનની કૉર્ટમાં 1,200થી વધારે પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસ ઉપાધીક્ષક પીએસ ઝાલાના નેતૃત્વમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. ઝાલા કેસના તપાસ અધિકારી છે.
સનદ રહે ઓરેવા સમૂહના પ્રમોટર જયસુખ પટેલનું નામ પોલીસે પ્રાથમિક રિપૉર્ટમાં શરૂઆતમાં નોંધ્યું નહોતું. જો કે, પોલીસની ચાર્જશીટમાં તેમને 10મો આરોપી બનાવવામાં આવ્યો. આરોપનામામાં 300થી વધારે સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસે ઓરેવા સમૂહના બે પ્રબંધકો, બે ટિકિટ ક્લર્ક સહિત નવ આરોપીઓની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે અરેસ્ટ વૉરન્ટથી બચવા માટે ઓરેવા ગ્રુપના પ્રબંધ નિદેશક પટેલ તરફથી અગ્રિમ જામીન અરજી પણ રજૂ કરવામાં આવી હતી. આ અરજી પર પહેલી ફેબ્રુઆીને સુનાવણી થવાની હતી.
આ પણ વાંચો : બળાત્કારના દોષી આસારામને આજીવન કારાવાસની સજા, ગાંધીનગર કૉર્ટનો નિર્ણય
એક મહત્વની બાબત એ પણ છે કે તાજેતરમાં આ મામલે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ઓરેવા સમૂહે પીડિતોને વળતર આપવાની પણ રજૂઆત કરી હતી. પણ, ઉચ્ચ ન્યાયાલયે સ્પષ્ટ કહી દીધું કે વળતરની રજૂઆત કરવાથી આરોપી કોઈપણ પ્રકારની જવાબદારીથી બચી નહીં શકે. પટેલ સહિત બધા આરોપીઓ પર આઇપીસી સેક્શન 304, 337, 308, 336 અને 338 જેવી કલમો હેઠળ કેસ નોંધાયેલ છે.