Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દક્ષિણ ગુજરાતનાં ૬૫ ગામ ટાપુ બન્યાં વલસાડ નજીક પારડીમાં દસ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતનાં ૬૫ ગામ ટાપુ બન્યાં વલસાડ નજીક પારડીમાં દસ ઇંચ વરસાદ

06 September, 2012 02:57 AM IST |

દક્ષિણ ગુજરાતનાં ૬૫ ગામ ટાપુ બન્યાં વલસાડ નજીક પારડીમાં દસ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતનાં ૬૫ ગામ ટાપુ બન્યાં વલસાડ નજીક પારડીમાં દસ ઇંચ વરસાદ


gujarat-betબંગાળની ખાડી પર ઉદ્ભવેલા અને અપર ઍર-સાઇક્લૉનિક પ્રેશરમાંથી વેલમાર્ક લો-પ્રેશરની દિશા એમપીથી ગુજરાત તરફની હોવાથી આવતા ૪૮ કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે ‘આ ૪૮ કલાક દરમ્યાન ગુજરાતના અમુક વિસ્તારોમાં ક્લાઉડ બસ્ટ જેવી સિચુએશન પણ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડે એવા ચાન્સિસ છે, જ્યારે બાકીના ભાગોમાં ભારે વરસાદની પૂરી શક્યતા છે.’

સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં



ગઈ કાલે ગુજરાતના ૧૮૬ તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના ભાગોમાં એકથી દસ ઇંચ વરસાદ હતો, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં એકથી પાંચ ઇંચ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાં ઝાપટાંથી પાંચ જેટલો વરસાદ પડ્યો હતો. એકધારા પડી રહેલા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનાં ૬૫ ગામો સંપર્કવિહોણાં થઈ ગયાં છે, જ્યારે જામનગર જિલ્લાનાં ત્રણ ગામો સંપર્કવિહોણાં થયાં છે. ભારે વરસાદને કારણે અત્યારે ગુજરાતનાં ૩૦૦૦થી વધુ ગામોનો ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે ‘પાણી ભરાવાનો જે પ્રશ્ન ઊભો થયો છે એ ટેમ્પરરી છે. એકધારા વરસાદને કારણે આ તકલીફ ઊભી થઈ છે, પણ વરસાદ રોકાઈ જાય એટલે પાણી ઓસરી જતું હોવાથી વધુ તકલીફ સર્જાઈ નથી.’


વીજળી પડવાની બે દિવસમાં કુલ સત્તર ઘટનાઓ બની છે, જેમાં ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં કુલ સાતનાં મોત થયાં છે.

પીવાના પાણીનો હળવો થયો પ્રશ્ન


રવિવારથી શરૂ થયેલા એકધારા વરસાદને કારણે ગુજરાતના પીવાના પાણીનો પ્રશ્ન મહદંશે હળવો થયો છે. ત્રણ દિવસના આ વરસાદમાં ગુજરાતના મહત્વના કહેવાય એવા પચાસ ડૅમમાં એકથી બાવીસ ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે.

ક્યાં કેટલો વરસાદ?

ગઈ કાલે ગુજરાતના વલસાડ પાસે આવેલા પારડી ગામે વધુ દસ ઇંચ વરસાદ પડ્યો હતો; જ્યારે સુરતમાં સાડાત્રણ, ભરૂચમાં બે, ચિખલીમાં છ, ગણદેવીમાં પાંચ, નવસારીમાં બે, ધરમપુરમાં છ, ઉમરગામમાં બે, વલસાડમાં પાંચ, ખંભાળિયામાં ચાર, જૂનાગઢમાં દોઢ, પાલિતાણામાં અઢી, રાજકોટમાં બે, વેરાવળમાં દોઢ, અમદાવાદમાં દોઢ, દ્વારકામાં ચાર, ગાંધીનગરમાં બે, અમરેલીમાં એક, રાજુલામાં બે, વડિયામાં એક, સાવરકુંડલામાં બે, બગસરામાં દોઢ અને જેતપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે કચ્છના ભુજમાં માત્ર પા ઇંચ વરસાદ પડ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2012 02:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK