Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20 June, 2022 05:15 PM IST | Surat
Partnered Content

બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી


બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં.

આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે, અવધ ગ્રૂપ એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકેની ઓળખ ધરાવે છે.  પરિવારના તમામ સદસ્યોની જરૂરિયાતને પૂર્ણ કરતી સુવિધાઓ અને કાર્યક્રમ મારફતે કેવી રીતે ફેમિલિ ટાઇમને મહત્વતા આપવી તે ક્લબની આગવી વિશેશતા છે. ઘણાં સમર્પિત યુટોપિયન્સ વહેલી સવારથી જ યોગની ઉજવણીમાં સામેલ થયાં હતાં જે  ખૂબજ પ્રોત્સાહક હતું. આ કાર્યક્રમ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હતો.



છેલ્લાં બે વર્ષથી કોવિડ-19ને કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઓને રદ કરાઇ હતી, પરંતુ આ વર્ષે અવધ યુટોપિયાએ બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાને આમંત્રિત કરીને તેની પૂર્વ ઉજવણી કરી છે.


અવધ યુટોપિયાના ડાયરેક્ટર પ્રતિક ઉંધાડે જણાવ્યું હતું કે, મલાઇકા અરોરા વાઇબ્રન્ટ અને સ્વ-મહેનતથી સ્ટાર બન્યાં છે કે જેઓ હંમેશાથી ફીટનેસને પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. તેઓ  યોગ દ્વારા વેલનેશનું મહત્વ દર્શાવતા રહ્યા છે, જે વ્યક્તિના મન, શરીર અને આત્મા માટે ખૂબજ આવશ્યક છે. સકારાત્મક જીવનશૈલીની ઉજવણી કરવાના યુટોપિયા બ્રાન્ડના ખ્યાલ સાથે તે એકદમ સુસંગત છે. આ પહેલાં અમે યુટોપિયા ક્રિકેટ લીગ, બાળકો માટે સમર કેમ્પ તથા યોગ દિવસની ઉજવણી જેવાં ઘણાં કાર્યક્રમો યોજ્યાં છે. યુટોપિયા પારિવારિક અને સામુદાયિક જોડાણમાં વિશ્વાસ રાખે છે.

તાજેતરમાં અવધ યુટોપિયાએ પ્રતિભાશાળી કમ્પોઝર અને સિંગર અમિત ત્રિવેદીના મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કર્યું હતું, જેમાં 15,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ અગાઉ ક્લબે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.


વાપી અને સુરતમાં ઉપસ્થિતિ ધરાવતી અવધ યુટોપિયા મેમ્બર-ઓન્લી લાઇફસ્ટાઇલ ક્લબ છે, જે તેના સદસ્યોના આરામ અને મનોરંજક પ્રવૃત્તિઓ માટેનું વન-સ્ટોપ-સોલ્યુશન છે. અવધ યુટોપિયા વાપી ને વર્ષ 2016માં તથા અવધ યુટોપિયા સુરતને વર્ષ 2018માં લોંચ કરાયું હતું. આ બંન્ને ક્લબ ઉત્કૃષ્ટ સેવાઓ, હોસ્પિટાલિટી, આરામદાયક રહેઠાણ તેમજ ફૂડ એન્ડ બેવરેજ સુવિધાઓ ઓફર કરે છે. અવધ યુટોપિયા તેની ત્રીજી ક્લબ અવધ યુટોપિયા પ્લસ, વાપી ડિસેમ્બર 2022 માં શરૂ કરશે.

અવધ યુટોપિયા લાઇફસ્ટાઇલ ક્લબ ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, મૂવી થિયેટર, સ્પા, સ્વિમિંગ પુલ, ભવ્ય ભોજન સમારંભ સ્થળો, રેસ્ટોરન્ટ્સ અને આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ રૂમ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. સમાન વિચારધારા ધરાવતા લોકોનો સમુદાય બનાવવા માટે, યુટોપિયાના સભ્યોને પ્રેમથી યુટોપિયન તરીકે સંબોધવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 05:15 PM IST | Surat | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK