Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કૉંગ્રેસનું નવું હથિયાર: AI વીડિયો બનાવી BJPને ઘેરી

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કૉંગ્રેસનું નવું હથિયાર: AI વીડિયો બનાવી BJPને ઘેરી

Published : 23 April, 2026 05:23 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજ્યમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, તેથી ઉમેદવારો માટે મેદાનમાં પ્રચાર કરવો એક પડકારજનક બન્યું છે. પરિણામે, કૉંગ્રેસે પ્રચાર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સોશિયલ મીડિયાને તેના પ્રાથમિક પ્રચાર માધ્યમ તરીકે અપનાવ્યું.

કૉંગ્રેસે શૅર કરેલા વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

કૉંગ્રેસે શૅર કરેલા વીડિયોમાંથી સ્ક્રીનશૉટ


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી માટે કૉંગ્રેસ પાર્ટીએ ભાજપની ટીકા કરવા પરંપરાગત રૅલીઓ અને જાહેર સભા કરતાં ડિજિટલ પ્રચાર કરવા તરફ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યમાં કાળઝાક ગરમીને કારણે, રસ્તા પર મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવી દરેક પક્ષો માટે વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. રાજ્યમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, તેથી ઉમેદવારો માટે મેદાનમાં પ્રચાર કરવો એક પડકારજનક બન્યું છે. પરિણામે, કૉંગ્રેસે પ્રચાર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સોશિયલ મીડિયાને તેના પ્રાથમિક પ્રચાર માધ્યમ તરીકે અપનાવ્યું છે.

‘હવે તો સમજો, લઈ આવો પંજો’ જેવા સૂત્રો સાથે શરૂ કર્યું પ્રચાર




કૉંગ્રેસે ‘હવે તો સમજો, લઈ આવો પંજો’ જેવા સૂત્ર સાથે એક ગીત અને ઘણા AI વડે બનાવેલ વીડિયો રજૂ કર્યા છે. આ વીડિયોમાં રાજ્યની અનેક સમસ્યાઓ અને મુદ્દાઓને પ્રકાશિત કરવામાં આવ્યા છે. કૉંગ્રેસે ટૅકનોલૉજીનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર `રીલ્સ` અને `મીમ્સ` દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. પાર્ટીનો ઉદ્દેશ્ય ટૂંકા સમયમર્યાદામાં વધુને વધુ મતદાતાઓ સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો છે.


મૂળભૂત સુવિધાઓનો અભાવ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ બતાવી કરી ટીકા

સ્થાનિક ચૂંટણીઓમાં, રસ્તા, પાણી પુરવઠો અને મૂળભૂત નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ સામાન્ય રીતે કેન્દ્ર સ્થાને હોય છે. જોકે, આ વખતે, કૉંગ્રેસે આ મુદ્દાઓને ભ્રષ્ટાચારના આરોપો સાથે સીધા રજૂ કર્યા છે. કૉંગ્રેસે ‘કમલમ, કટકી અને કૌભાંડ’ જેવા સ્લોગન બનાવી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધ્યું છે. એઆઈ વડે બનાવેલ વીડિયોમાં રસ્તાઓમાં ખાડા અને નળમાંથી આવતા દૂષિત પાણીથી લઈને રાજ્યના જર્જરિત પુલો અને ભેળસેળયુક્ત પનીરના વિતરણ સુધીના મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

હર્ની બોટ દુર્ઘટના પણ બતાવી

કૉંગ્રેસે અન્ય મુદ્દાઓ સાથે AI વીડિયોમાં હરની બોટ દુર્ઘટના બતાવી. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ઘટના કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત અને વ્યાપક ભ્રષ્ટાચારને કારણે બની જેમાં બાળકોનાએ જીવ ગુમાવ્યા હતા. પરંપરાગત રૅલીઓ અને જાહેર સભાઓની સરખામણીએ ડિજિટલ પ્રચાર ઓછા ખર્ચે, અસરકારક અને વધુ લોકો સુધી પહોંચે છે, એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે એકસાથે લાખો લોકો સુધી પહોંચવાનું અને તેમની સાથે જોડાવાનું નોંધપાત્ર રીતે સરળ બનાવ્યું છે. જોકે, આ વ્યૂહરચના ચૂંટણી પરિણામોને કેટલી હદ સુધી પ્રભાવિત કરે છે તે જોવાનું બાકી છે. હાલમાં કૉંગ્રેસ પાર્ટીની આ AI-આધારિત ઝુંબેશને રાજ્યના રાજકીય પરિદૃશ્યમાં એક નવી દિશા તરીકે જોવામાં આવી રહી છે, જ્યાં ટૅકનોલૉજીનો ઉપયોગ ચૂંટણી વ્યૂહરચનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 05:23 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK