ગુજરાત (Gujarat)ના અમદાવાદ સ્થિત ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક માર્ગ અકસ્માત (Ahmedabad Iskcon Accident)સર્જાયોછે. આ દુર્ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.
અમદાવાદમાં ગોઝારો અકસ્માત
ગુજરાત (Gujarat)ના અમદાવાદ સ્થિત ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક માર્ગ અકસ્માત (Ahmedabad Iskcon Accident)સર્જાયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 15 થી 20 લોકો ઘાયલ થયા છે. ઇસ્કોન બ્રિજ પર મોડીરાત્રે થાર વાહન અને ડમ્પર વચ્ચે અથડામણ થઇ હતી. અકસ્માત જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એક હાઇસ્પીડ જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા.
આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે, જેઓ થાર અને ડમ્પર અકસ્માત બાદ કાર્યવાહી માટે સ્થળ પર પહોંચ્યા હતા.
ADVERTISEMENT
જગુઆર ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી
ગુજરાત(Gujarat)પોલીસે જણાવ્યું કે બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિએ સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવર પર મહિન્દ્રા થારે એક ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે એક ઝડપી કાર ત્યાંથી પસાર થઈ અને ભીડને કચડી નાખી.
આ અકસ્માતમાં કાર ચાલક પણ ઘાયલ થયો છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડબલ અકસ્માત બાદ મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે સમગ્ર ઇસ્કોન બ્રિજ બંધ કરાવી દીધો હતો.
સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કૃપા પટેલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે હોસ્પિટલમાં 12 લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 9ના મોત થયા હતા.
ભિવંડીમાં ખડવલી પાસે 18 જુલાઈના રોજ સવારે જીપ અને કન્ટેનરનો ભીષણ અકસ્માત થયો હતો, જેમાં ૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને જીપના ડ્રાઇવર સહિત પાંચ પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઍક્સિડન્ટ એટલો ભયંકર હતો કે રોડ ક્રૉસ કરી રહેલી જીપને ધસમસતા આવી રહેલા કન્ટેનરે ટક્કર માર્યા બાદ 100 મીટર સુધી એ ઘસડાઈ હતી અને પલટી થઈ ગઈ હતી. જીપમાં એક કૉલેજિયન વિદ્યાર્થિની અને ડ્રાઇવર સહિત કુલ 11 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકોનાં કરુણ મૃત્યુ થયાં હતાં.
આ પહેલા નાસિક (Nashik Accident)માં પણ એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બસ ખાડામાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ બસમાં 18 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ તરત ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં..


