Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat: અધિક માસમાં ઘેલી થઈ ગોપીઓ, આંબુડું...જાંબુડુંની આ પરંપરા જાણો છો તમે?

Gujarat: અધિક માસમાં ઘેલી થઈ ગોપીઓ, આંબુડું...જાંબુડુંની આ પરંપરા જાણો છો તમે?

Published : 19 July, 2023 09:04 PM | Modified : 19 July, 2023 09:25 PM | IST | Ahmedabad
Nirali Kalani | nirali.kalani@mid-day.com

અધિક માસ (Adhik maas)નો આરંભ થઈ ચૂક્યો છે. ગુજરાત (Gujarat)માં સ્ત્રીઓએ ગોરમાનુ સ્થાપન કરી આનંદ ઉલ્લાસથી પૂજા અર્ચના કરી રહી છે.

ગુજરાતમાં સ્ત્રીઓએ કરી ગોરમાની પૂજા

ગુજરાતમાં સ્ત્રીઓએ કરી ગોરમાની પૂજા


ભગવાન વિષ્ણુનો પ્રિય એવા અધિક માસ (Adhik Maas)નો સોમવાર એટલે કે 18 જુલાઈથી આરંભ થઈ ચૂક્યો છે. અધિક માસ દર 3 વર્ષે એકવાર આવે છે. ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ને પ્રિય હોવાથી આ માસને પુરુષોત્તમ અને મલમાસ પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ એ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. પુરાણો અનુસાર એવુ કહેવામાં આવે છે. અધિકમાસમાં કરવામાં આવતી પૂજા, યક્ષ, ઉપવાસ કોઈ કોઈ પણ કલ્યાણકારી કાર્યનું અન્ય મહિનાઓની સરખામણીએ વધુ ફળદાયી અને હોય છે. ધાર્મિક અને પુણ્યકાર્ય કરવા માટે અધિક માસ (Adhik Maas) સર્વોત્તમ હોય છે.  


અધિક માસ (Adhik Maas)માં ખાસ કરીને સ્ત્રીઓમાં ખુબ જ હરખ અને ઉત્સાહ હોય છે. ઘણી ગોપીએ આખો માસ ઉપવાસ કરી ભગવાનની આરાધના કરે છે. મહિનાના પ્રથમ દિવસે જ કાઠા ગોરમા બનાવે તેનું પૂજન કરે છે. તેઓ આ  પ્રક્રિયા આખો મહિના ચાલુ રાખે છે. આ સાથે ધુન-ભજન ગાય હરિના રંગમાં રંગાય છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


ગુજરાતમાં મહિલાઓ આનંદ ઉલ્લાસ સાથે અધિક માસમાં પૂજા અર્ચના કરી રહી છે.  સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના વડાળી ગામમાં સ્ત્રીઓએ ગોરમા બનાવ્યા છે. મહિલાઓએ આજે એટલે કે અધિક માસના બીજા દિવસે ગોરમાને ફૂલ, નાગલાં અને ગુલાલ ચઢાવી તેમની પૂજા કરી હતી. ગોપીઓ અધિક માસમાં રોજ આવી રીતે પૂજા કરે છે તથા ભગવાનના ગુણલાં ગાય છે. પૂજા સમાપ્ત થયા બાદ મહિલાઓ એક ધાર્મિક ગીત ગાય છે. મહિલાઓ ગોરમાની પૂજા અને ધાર્મિક વિધિઓ સમાપ્ત કર્યા બાદ આંબુડું...જાંબડું... કેરીને કોઠીંબડુ...` ગીત ગાય છે. આટલું જ નહીં સ્ત્રીઓ ગોરમાની ફરતે કુંડાળું કરી નીચે બેસીને એકબીજાની ટચલી આંગળી અડાડીને ચોક્કસ રીતે તેને ગોળાકારે ફેરવતા હોય એવો અભિનય પણ કરે છે.  


ધીમે ધીમે લુપ્ત થઈ રહેલી આપણી પરંપરાઓથી ઘણી પરંપરાઓ ગ્રામ્ય વિસ્તારના લોકો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અધિક માસ (Adhik Maas)માં ગામડાંઓમાં હજી પણ આ પરંપરા છે. 

વડાળીમાં મહિલાઓએ કરી ગોરમાની પૂજા

પુરાણો અનુસાર કથા એવી છે કે જ્યારે હિરણ્ય કશ્યપને વરદાન મળ્યુ કે તે વર્ષના બાર મહિનામાં ક્યારેય નહી મરે ત્યારે ભગવાને અધિકમાસની રચના કરી. અધિક માસની રચના બાદ પછી  ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી તેનો વધ કર્યો હતો. આ સમય દરમિયાન ચોક્કસ કાર્યો કરવાનું ટાળવું યોગ્ય છે. અધિક માસ (Adhik Maas)માં પૂજા-પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે. 

એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે એક સૂર્ય વર્ષ 365 દિવસ અને છ કલાકનું હોય છે જ્યારે એક ચંદ્ર વર્ષ 354 દિવસનું. આમ, આ બંને વચ્ચે 11 દિવસ એક કલાક અને 31 મીનિટનો તફાવત છે. જેને કારણે અઢીથી ત્રણ 3 વર્ષની ગણતરી પ્રમાણે એક વધારાનો માસ જોડવામાં આવે છે. જેને આપણે અધિક માસ કહીએ છીએ. 

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2023 09:25 PM IST | Ahmedabad | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK