પતિએ પણ હાઈકૉર્ટ તરફનું વલણ અપનાવ્યું, જ્યા પતિ તરફથી કહેવામાં આવ્યું કે પત્નીએ તેના પર ખોટા ગેરકાયદેસર સંબંધના આરોપ મૂક્યા. તેનાથી તેને એક દીકરો પણ થયો હતો, જેને પત્નીએ પોતાની પાસે રાખ્યો. તે પોતે ઘ છોડીને ગઈ અને દીકરો લઈને પાછી આવી નહીં.
ફાઈલ તસવીર
ગુજરાત હાઈકૉર્ટે (Gujarat High Court) એક કપલ (Husband Wife)ના આપસી મતભેદ - મનભેદ મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે. અહીં બનાસકાંઠાના રહેવાસી પત્નીથી ત્રાસીને એક શખ્સે કૉર્ટમાં ડિવૉર્સની અરજી આપી હતી, પત્નીએ તેના વિરુદ્ધ અપીલ કરી દીધી. પતિએ પણ હાઈકૉર્ટ તરફનું વલણ અપનાવ્યું, જ્યા પતિ તરફથી કહેવામાં આવ્યું કે પત્નીએ તેના પર ખોટા ગેરકાયદેસર સંબંધના આરોપ મૂક્યા. તેનાથી તેને એક દીકરો પણ થયો હતો, જેને પત્નીએ પોતાની પાસે રાખ્યો. તે પોતે ઘ છોડીને ગઈ અને દીકરો લઈને પાછી આવી નહીં.
પતિ પ્રમાણે, મહિલાએ તેને અને તેની મા (સાસ)ને પણ ત્રાસ આપ્યો, જેથી તે ઘર છોડવા માટે મજબૂર થયો. પતિએ ડિવૉર્સ લેવાનો પ્રયત્ન કર્યો, પણ તેની અરજી પાછી આવી. જેના પછી પતિ હાઈકૉર્ટ તરફ વળ્યો. હવે આ મામલે ગુજરાત હાઈકૉર્ટે (Gujarat High Court) મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ગુજરાત હાઈકૉર્ટે મહિલાની અપીલને ફગાવતા તેને દંડ ફટકાર્યો છે. હાઈકૉર્ટે કહ્યું કે જો કોઈ મહિલા પોતાના પતિ પર ગેરકાયદેસર સંબંધ હોવાનો ખોટો આરોપ મૂકે છે તો આ પણ ક્રૂરતા બરાબર છે.
ADVERTISEMENT
પતિએ પત્ની પર મૂક્યા પરિત્યાગ અને ક્રૂરતાના આરોપ
એકબીજાથી ગુસ્સે પતિ-પત્ની ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી છે. પ્રાંતિજ તાલુકાના રહેવાસી શિક્ષકના લગ્ન 1993માં થયા હતા. જે યુવતી તેની પત્ની બની, તેનાથી તેને 2006માં એક દીકરો થયો. જો કે થોડોક સમય પછી પતિ-પત્નીમાં ક્લેશ થવા માંડ્યો. 2009માં પતિએ ગાંધીનગરમાં ડિવૉર્સ માટે અરજી કરી. પતિએ પોતાની પત્ની પર પરિત્યાગ અને ક્રૂરતાના આરોપ મૂક્યા અને કહ્યું કે મને ડિવૉર્સ જોઈએ છે.
ફેમિલી કૉર્ટમાં જણાવ્યું કે પત્નીએ 2006માં પોતાનું ઘર છોડી દીધું હતું અને તે દીકરાને પણ પાછો પોતાની સાથે લાવી નહીં. પતિ અને તેની માની અરજીને સ્વીકારી ફેમિલી કૉર્ટે ડિવૉર્સને અપ્રૂવલ આપ્યું. જેના પછી પત્ની ગુસ્સે ભરાઈ. પત્નીએ ફેમિલી કૉર્ટના આદેશ વિરુદ્ધ હાઈકૉર્ટમાં અપીલ દાખલ કરી દીધી.
આ પણ વાંચો : સમેતશિખર તીર્થ બચાવવા અમદાવાદના જૈનો ઉતર્યા રસ્તા પર
હાઈકૉર્ટમાં બન્ને પક્ષોને સાંભળવામાં આવ્યા. અંતે હાઈકૉર્ટે નિર્ણય આપ્યો, તે નિર્ણયમાં હાઈકૉર્ટે મહિલાને દંડ ફટકારતા કહ્યું કે તેની અરજીને પણ રદ કરી દેવામાં આવી. જજે કહ્યું કે જ્યારે ફેમિલી કૉર્ટમાં સાબિત થઈ ગયું કે પતિના અન્ય કોઈની સાથે ગેરકાયદેસર સંબંધ નથી પત્ની તે આરોપોને આધારે કેવી રીતે યોગ્ય હોઈ શકે છે. જો કોઈ પોતાના જીવનસાથી પર ખોટા ગેરકાયદેસર સંબંધના આરોપ મૂકે છે તો તે પણ ક્રૂરતા જ છે.


