વલસાડ (Valsad)જિલ્લાના વાપી (Vapi Fire)વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે 10 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી.

પ્રતીકાત્મક તસવીર
ગુજરાત(Gujarat)માં એક આગની ઘટના સામે આવી છે. વલસાડ (Valsad)જિલ્લાના વાપી (Vapi Fire)વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે 10 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી.
આ ઘટના અંગેની માહિતી મળતાં જ ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. તો બીજી બાજુ તમિલનાડુના અધિકારીઓએ માહિતી આપી હતી કે આજે વહેલી સવારે મદુરાઈમાં જૂના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: Mumbai Local: મધ્ય રેલવે પર ટૂંક સમયમાં જ ખુલશે નવા 6 રેલવે સ્ટેશન
સોમવારે, મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેની માહિતી અધિકારીઓએ આપી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં રામ મંદિર પાસે સવારે 11 વાગ્યે આગ લાગી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
છેલ્લા અહેવાલો સુધી આગનું કારણ જાણી શકાયું નથી.