ઈવીએમ સ્ટ્રૉન્ગરૂમમાં બંધ થયાં, ગુજરાતમાં ૩૭ સ્થળોએ થશે ૧૮૨ બેઠક માટેની મતગણતરી, અમદાવાદમાં ત્રણ સ્થળે મતગણતરી થશે
Gujarat Election
અમદાવાદમાં સ્ટ્રૉન્ગરૂમમાં ઈવીએમ સુરક્ષિત રીતે મૂકીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. (તસવીર : જનક પટેલ)
ગુજરાતમાં વિધાનસભાની બન્ને તબક્કાનું મતદાન પૂરું થતાં હવે ચૂંટણીતંત્રએ મતગણતરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ૩૭ સ્થળોએ ગુજરાતની ૧૮૨ બેઠકો માટે મતગણતરી ૮ ડિસેમ્બરે યોજાશે.
અમદાવાદમાં ગવર્નમેન્ટ પૉલિટેક્નિક કૉલેજ, ગુજરાત કૉલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે મતગણતરી યોજાશે, જ્યારે સુરત અને આણંદ જિલ્લામાં બે સ્થળે, વડોદરામાં પૉલિટેક્નિક કૉલેજ ઉપરાંત કચ્છમાં ભુજ ખાતે, બનાસકાંઠામાં પાલનપુર સહિત દરેક જિલ્લા વાઇઝ મુખ્યમથક પર મતગણતરી યોજાશે.
ADVERTISEMENT
અમદાવાદમાં ગવર્નમેન્ટ પૉલિટેક્નિક કૉલેજ, ગુજરાત કૉલેજ અને એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજ ખાતે ઈવીએમ સ્ટ્રૉન્ગરૂમમાં સુરિક્ષત રીતે મૂકી દેવામાં આવ્યાં છે અને સ્ટ્રૉન્ગરૂમની બહાર તેમ જ કૉલેજની બહાર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.