કચ્છની સુરક્ષામાં થયો વધારો : હાજીપીર, ધોરડો અને બાલાસરમાં નવાં ત્રણ પોલીસ-સ્ટેશનનું હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું
હર્ષ સંઘવીએ ભઠ્ઠીમાં ડ્રગ્સનાં પૅકેટ નાખીને આગને હવાલે કર્યાં હતાં.
કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયામાં ગઈ કાલે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સના પૅકેટ ઊંચકીને ભઠ્ઠીમાં નાખીને આગને હવાલે કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. કુલ ૮૭૫ કરોડ રૂપિયાના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ થયો હતો એટલું જ નહીં, કચ્છમાં લોકોની સુરક્ષામાં વધારો થયો છે. કચ્છમાં હાજીપીર, ધોરડો અને બાલાસરમાં ત્રણ નવાં પોલીસ-સ્ટેશનનું હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું.

ADVERTISEMENT
નાશ કરતાં પહેલાં ડ્રગ્સના જથ્થાને નિહાળી રહેલા હર્ષ સંઘવી અને પોલીસ-અધિકારીઓ.

કચ્છ અને મોરબી જિલ્લામાં પકડાયેલો ડ્રગ્સનો જથ્થો.
પૂર્વ કચ્છ (ગાંધીધામ)ના ૧૧ કેસ, પશ્ચિમ કચ્છ (ભુજ)ના ૧૬ કેસ અને મોરબી જિલ્લાનો ૧ મળીને નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ કુલ ૨૮ કેસમાં જપ્ત કરેલા ૮૭૫ કરોડ રૂપિયાની કિંમતના ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬ લીટર માદક પદાર્થનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો.


