Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં સ્ટંટ કરતી વખતે ૧૩ વર્ષના છોકરાનું મૃત્યુ

સુરતમાં સ્ટંટ કરતી વખતે ૧૩ વર્ષના છોકરાનું મૃત્યુ

14 May, 2021 02:09 PM IST | Surat
Agency

સુરત શહેરમાં પોતાના ઘરમાં દોરડાથી સ્ટંટ કરી રહેલા ૧૩ વર્ષના છોકરાના ગળામાં દોરડું ફસાઈ જતાં તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુરત શહેરમાં પોતાના ઘરમાં દોરડાથી સ્ટંટ કરી રહેલા ૧૩ વર્ષના છોકરાના ગળામાં દોરડું ફસાઈ જતાં તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આઠમા ધોરણમાં ભણતા આ છોકરાનાં માતા-પિતાએ જણાવ્યા અનુસાર તેને સ્ટંટના વિડિયો બનાવીને ટિકટૉક જેવા વિડિયો શૅરિંગ પ્લૅટફૉર્મ પર અપલોડ કરવાનો શોખ હતો. સરથાના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ. કે. ગુર્જરે કહ્યું હતું કે બુધવારે સાંજે સાડાછ વાગ્યે ઘરના વરંડામાં દીવાલ પરના હૂક સાથે બાંધેલા દોરડા સાથે લટકેલી હાલતમાં છોકરાનો મૃતદેહ મળી આવતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે ઘટના સાંજે પાંચ વાગ્યે જ્યારે તેના ઘરમાં કોઈ નહોતું એ સમયે બની હોવાનું મનાય છે. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. હાલમાં જ તેના માતા-પિતાએ તેની પાસેથી મોબાઇલ આંચકી લીધો હોવાથી પોલીસ આત્મહત્યા કરાઈ હોવાની શક્યતા પણ ચકાસી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2021 02:09 PM IST | Surat | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK