° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

Global Potato Conclave 2020:ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનો ધ્યેય

28 January, 2020 02:39 PM IST | Gandhinagar | Mumbai Desk

Global Potato Conclave 2020:ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનો ધ્યેય

ગ્લોબલ પોટેટો કોનક્લેવ 2020માં વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતા વડાપ્રધાન

ગ્લોબલ પોટેટો કોનક્લેવ 2020માં વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતા વડાપ્રધાન

ગુજરાતનાં ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 જાન્યુઆરી 2020ના રોજ ત્રીજા ગ્લોબલ પોટેટો કોનક્લેવને રિમોટ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતા કહ્યું કે, "21મી સદીમાં કોઇ ભૂખ્યું કે કુપોષિત ન રહે તેની એક મોટી જવાબદારી તમારા બધાને ખભે છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં આધુનિક બાયો ટેક્નોલૉજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બ્લૉક ચેન, ડ્રોન ટેક્નોલૉજીને વધારે સારી રીતે ઉપયોગમાં કઇ રીતે લઇ શકાય તે મામલે તમારા સૂચનો અને સમાધાન અગત્યનાં રહેશે. સરકારનું જોર કૃષિ ટેક્નોલૉજી આધારીત સ્ટાર્ટ અપ્સને પ્રમોટ કરવા પર પણ છે કારણકે સ્માર્ટ ફો અને પ્રસિઝન એગ્રીકલ્ચર માટે જરૂરી ડેટાબેઝ અને એગ્રી સ્ટેકનો ઉપયોગ ખેડૂતો કરી શકે. "

ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે રહેલા વચેટિયા અને ઉત્પાદનના બગાડને ઘટાડવો આપણી પ્રાથમિકતા છે. આ માટે ખેતીની પારંપરિક રીતોને પણ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં એક સાથે છ કરોડ ખેડૂતોના ખાતામાં 12 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવાનો નવો રેકોર્ડ પણ બ્રેક પણ બનાવાયો છે.
ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ક્ષેત્રને પ્રમોટ કરવા માટે કેન્દ્ર સરકારે પણ અનેક પગલાં લીધાં છે. 100 ટકા ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ આ ક્ષેત્રને ઓપન રાખવાની વાત હોય કે પછી પીએમ કિસાન સંપદા યોજના મારફથે વેલ્યુ એડિશન અને વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટમાં દરેક સ્તરે મદદ કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોય.

Global potato conclave 2020

2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે ઝડપથી પગલાં લેવાઇ રહ્યા છે. ખેડૂતોના પ્રયત્નો અને સરકારની નીતિઓનું કોમ્બિનેશન સચોટ રીતે પાર પડતું હોવાથી અનેક અનાજ અને અન્ય ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં ભારત વિશ્વનાં ટોચનાં 3 દેશોમાંથી એક છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બટેટાંનાં સંદર્ભે વ્યાપાર અને ઉદ્યોગ તથા વેલ્યુ ચેઇન મેનેજમેન્ટનાં ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ અને અવસરોને મામલે સર્વાંગી દ્રષ્ટિકોણ રાખીને આગામી દશકમાં રોડ મેપ નિયત કરશે તેવી સંભાવના છે.

આ કાર્યક્રમ યોજાવાનાં કારણ
આ કાર્યક્રમ દરમિયાન દર દસ વર્ષને અંતરે બટેટાનાં ક્ષેત્રમાં મળેલી સિદ્ધિઓ પર કામ કરવું અને આગામી દાયકા માટે રોડ મેપ તૈયાર કરાય છે. ગયા બે દાયકા દરમિયાન 1999 અને 2008માં બે વૈશ્વિક બટેટા સંમેલનોનાં આયોજન થઇ ચૂક્યાં છે. આ કોન્ક્લેવ દ્વારા બધા ભાગીદારોને એક મંચ ર લાવવામાં આવે છે જેમાં તમામ વિષયો પર ચર્ચા થઇ શકે અને ભવિષ્યની યોજના નક્કી કરાય ત્યારે બટેટા સંબંધી તમામ ભાગીદારોને તેમાં એકઠા કરી શકાય.


સૌથી વધુ બટેટા ઉત્પાદિત કરતું રાજ્ય

ગુજરાત, દેશમાં સૌથી વધુ બટેટા ઉત્પાદિત કરતું રાજ્ય છે. ગયા અગિયાર વર્ષમાં દેશમાં બટેટાનાં ક્ષેત્રે 19 ટકા વધારો થયો છે જેમાં ગુજરાત તરફથી 170 ટકા જેટલો વધારો નોંધાયો છે. પાછલા દાયકામાં પ્રતિ હેક્ટર 30 ટનથી વધુ બટેટાનું ઉત્પાદન કરવનાર ગુજરાત ભારતમાં આ મામલે પહેલા સ્થાને રહ્યું છે. ગુજરાત એ દેશનાં બટેટાનું ઉત્પાદન કરતા રાજ્યોમાંથી મુખ્ય કેન્દ્રોમાંનુ એક છે અને તે ખેતી માટે આધુનિક પદ્ધતિઓ સાથે સ્પ્રિંકલર અને ડ્રિપ ઇરિગેશનનો ઉપયોગ કરે છે. 


બટેટા હબ

બટેટાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાથી તે દેશમાં બટેટાનાં હબ તરીકેને ઓળખાણ મેળવી ચૂક્યું છે. આ કારણે ઇન્ડિયન પૉટેટો એસોસિએશન દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ, દિલ્લી તથા ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર્લ રિસર્ચ - કેન્દ્રિય બટેટા અનુસંધાન સંસ્થાન શિમલા તથા આંતરરાષ્ટ્રીય બટેટા કેન્દ્ર લિમા-પેરુના સંયુક્ત ઉપક્રમે આ ત્રીજા વાર્ષિક કોન્ક્લેવનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પૉટેટો કોનક્લેવનું ત્રણ દિવસ એટલે કે 30 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે. 

28 January, 2020 02:39 PM IST | Gandhinagar | Mumbai Desk

અન્ય લેખો

ગુજરાત સમાચાર

સુરતમાં મૃતદેહોની લાંબી લાઇનો લાગતાં સ્મશાનની ભઠ્ઠીની ફ્રેમ ઓગળવા માંડી

કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં અગાઉ માત્ર ૨૦ મૃતદેહોની વિધિ થતી હતી જે વધીને હવે ૧૦૦ થતાં તાપમાન વધીને ૬૦૦ ડિગ્રી પહોંચી ગયું

14 April, 2021 09:25 IST | Surat | Agency
ગુજરાત સમાચાર

ગુજરાત સરકારના વધુ એક નેતા કોરોના પૉઝિટીવ

આ વાતની માહિતી ભાજપા નેતા ઇશ્વર પરમારે પોતે ટ્વીટ કરીને આપી છે.

13 April, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

Coronavirus Gujarat Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6000 કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 6021 નવા કેસ નોંધાયા છે. સોમવારે 55 ચેપગ્રસ્ત મૃત્યુ નોંધાયા હતા, ત્યાર બાદ રાજ્યમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા 4855 પર પહોંચી ગઈ છે

13 April, 2021 11:52 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK