આવી હશે અમદાવાદ-ગોવા વચ્ચેની ST બસ, જુઓ અંદરના ફોટોઝ
આવી હશે એસટી વોલ્વો બસ
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા અમદાવાદથી ગોવા વચ્ચેની બસ શરૂ કરાઈ છે. સીએમ વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને અમદાવાદથી ગોવા સહિત કુલ 13 નવા રૂટની શરૂઆત કરાવી છે. આ બસ શરૂ થવાની સાથે જ લોકોને એ જાણવાની ઈંતેજારી હતી કે એસટીની વોલ્વો બસ કેવી હશે. તો હવે આ સવાલનો જવાબ gujaratimidday.com લઈને આવી ગયું છે. જુઓ ફોટોઝ

ADVERTISEMENT
એસટી નિગમ દ્વારા અમદાવાદથી ગોવા, અમદાવાદથી વારાણસી અને અમદાવાદથી હરિદ્વાર સહિત 13 નવા રૂટની શરૂઆત કરવામાં આવી છે. આ તમામ વોલ્વો બસ બ્લૂ રંગની હશે.

આ તમામ સ્થળો વચ્ચેનું અંતર કાપતા 24 કલાક જેટલો સમય લાગવાનો છે. એટલે તમામ બસ સ્લીપર કોચ હશે. જેમાં ક્રીમ કલરના પડદા વોલ્વોની ફીલ આપશે.

સામાન્ય વોલ્વો બસની જેમાં આ બસમાં પણ એક તરફ સિંગલ સ્લીપિંગ કોચ અને બીજી તરફ ડબલ સ્લીપિંગ કોચ હશે. તો દરેક સ્લીપર બસની જેમ અહીં પણ ઉપર નીચે સ્લિપીંગ કોચ બનાવાયા છે.
આ પણ વાંચોઃ હવે બાય રોડ કરો અમદાવાદથી ગોવાની મુસાફરી, ST શરૂ કરશે વોલ્વો બસ
એસટી નિગમ દ્વારા બુધવારથી 13 નવા રૂટ શરૂ કરાયા છે.. દેશના છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટીવીટી શરૂ કરવામાં આવ્યા છે. હરિદ્વાર, ગોવા અને વારાણસી ઉપરાંત ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે.. ચંદીગઢ માટે રૂ. 2425 ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચશે.


