Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતનાં અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી યોજી ગાંધીનગર તરફ કરી કૂચ

ગુજરાતનાં અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી યોજી ગાંધીનગર તરફ કરી કૂચ

Published : 16 June, 2026 09:14 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખેતરોમાં વીજપોલ નાખવા સહિતના પ્રશ્નો સામે ખેડૂતોમાં રોષ: અમદાવાદના રિંગ રોડ પર જડબેસલાક પોલીસ-બંદોબસ્તે ખેડૂતોની રૅલી અટકાવી: રૅલીમાં મહિલા ખેડૂતો પણ ઊમટી

ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી અમદાવાદ રિંગ રોડ પર આવી પહોંચી હતી. તસવીર: જનક પટેલ

ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી અમદાવાદ રિંગ રોડ પર આવી પહોંચી હતી. તસવીર: જનક પટેલ


ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોનાં ખેતરોમાં વીજપોલ નાખવામાં આવતાં અને એનું પૂરતું વળતર નહીં મળતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દા સહિત ખેહૂતોના કેટલાક પ્રશ્નોને લઈને ગઈ કાલે વિરોધ કરવા ગુજરાતનાં અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરી હતી. રૅલીની મંજૂરી મળી ન હોવાથી અમદાવાદ રિંગ રોડ પર જડબેસલાક પોલીસ-બંદોબસ્તે ખેડૂતોની રૅલી અટકાવી હતી જેના પગલે થોડા સમય માટે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રૅલીને અટકાવાતાં ખેડૂતો ગાંધીનગર સુધી રજૂઆત કરવા જઈ શક્યા નહોતા. આ રૅલીની ઉલ્લેખનીય વાત એ હતી કે ટ્રૅક્ટર-રૅલીમાં મહિલા ખેડૂતો પણ જોડાઈ હતી અને ખેડૂતોના ન્યાયની માગણી કરી હતી. 

કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કૉન્ગ્રેસ સહિતનાં વિવિધ ખેડૂતસંગઠનોએ ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી યોજી હતી જેમાં ખેડૂતો ઉપરાંત ગુજરાત કૉન્ગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. આ રૅલીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો તેમનાં ટ્રૅક્ટર લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે ઊમટ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 09:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK