Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદના જુગારધામના સર્વેસર્વા દિનેશ કલગીનો નવો દાવ

અમદાવાદના જુગારધામના સર્વેસર્વા દિનેશ કલગીનો નવો દાવ

Published : 09 July, 2012 05:39 AM | IST |

અમદાવાદના જુગારધામના સર્વેસર્વા દિનેશ કલગીનો નવો દાવ

અમદાવાદના જુગારધામના સર્વેસર્વા દિનેશ કલગીનો નવો દાવ


kalgi-jugarશુક્રવારે ૨૯ જૂનની રાત્રે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સુદામા રિસોર્ટમાં ચાલતું જુગારધામ પકડાયા પછી ગઈ કાલે આ રિસોર્ટના માલિક માનવામાં આવતા દિનેશ કલગીએ સામેથી પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. દિનેશ કલગીનું સાચું નામ છે દિનેશ બાબુલાલ ઠક્કર પણ તે દિનેશ કલગીને નામે ઓળખાય છે. અમદાવાદના ઝોન-વનના ડેપ્યુટી પોલીસ-કમિશનર વી. ચંદ્રશેખરે કહ્યું હતું કે ‘પુરાવાઓ પરથી પુરવાર થઈ ચૂક્યું છે કે સુદામા રિસોર્ટમાં ચાલતી ક્લબ દિનેશ કલગી ચલાવતો હતો. હવે અમે આ ક્લબના નિયમિત કસ્ટમર કોણ હતા એની તપાસ શરૂ કરીશું.’

સુદામા રિસોર્ટમાં જ્યારે રેઇડ પાડવામાં આવી ત્યારે સ્થળ પરથી દોઢ કરોડ રૂપિયાની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ પકડાયો હતો, જે ગુજરાતની હિસ્ટરીની સૌથી મોટી રેઇડ ગણવામાં આવતી હતી. આ અગાઉ દોઢ વર્ષમાં સુદામા રિસોર્ટમાં આઠેક વખત રેઇડ પાડવામાં આવી હતી, પણ અગાઉ કાંઈ નહોતું મળ્યું. જોકે આ વખતે પાકી ઇન્ફર્મેશન હોવાથી પોલીસે રેઇડ પાડતાં ક્લબ પકડાઈ હતી. રેઇડ સમયે દિનેશ કલગી પણ ત્યાં હાજર હતો, પણ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. જોકે ગઈ કાલે તે સામેથી નવરંગપુરા પોલીસ-સ્ટેશનમાં હાજર થયો અને એ પછી તેને એલિસબ્રિજ પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદના ઝોન-વનના ડેપ્યુટી પોલીસ-કમિશનર વી. ચંદ્રશેખરે કહ્યું હતું કે કલગીનું નેટવર્ક માત્ર અમદાવાદ પૂરતું સીમિત હતું કે પછી ગુજરાતમાં પણ છે એની અમે તપાસ કરીશું.



આ અગાઉ દિનેશ કલગીનું નામ ક્રિકેટના સટ્ટામાં પણ અનેક વાર ઊછળ્યું છે. જોકે આ ધરપકડ પછી તેને જામીન આપી દેવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2012 05:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK