બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈમાં સ્ટ્રીટવેન્ડર્સ ઍક્ટના અમલીકરણ અંગે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈમાં સ્ટ્રીટવેન્ડર્સ ઍક્ટના અમલીકરણ અંગે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મુંબઈમાં ગેરકાયદે ફેરિયાઓ બાબતે હાઈ કોર્ટે BMCને પાંચ અઠવાડિયાંમાં અંદાજે ૯૯,૦૦૦ પાત્ર ફેરિયાઓને ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ ધરાવતાં નવાં આઇડેન્ટિટી કાર્ડ આપવાનો નિર્દેશ આપ્યો છે.
અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે QR કોડના ઉપયોગથી ફેરિયાઓની ઓળખમાં પારદર્શિતા આવશે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાશે. આ સાથે જ કોર્ટે બંગલાદેશી ફેરિયાઓને ઓળખવા માટે પણ BMC પાસે નક્કર યોજના માગી છે.
ADVERTISEMENT
હાઈ કોર્ટે ફેરિયા યુનિયનોને પાલિકાના લાઇસન્સ વિભાગને સહકાર આપવાની સૂચના આપી છે, જેથી આ પ્રક્રિયા સમયસર પૂરી થઈ શકે. આ મામલે વધુ સુનાવણી ૧૦ જૂન પર રાખવામાં આવી છે.
