BRTS બસ દિવાલમાં ઘૂસી જતા બે ફાડિયાં થયા
તસવીર સૌજન્યઃ ટ્વીટર
અમદાવાદ અને અકસ્માત એકબીજાના પર્યાય શબ્દ છે. અમદાવાદમાં સતત અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આજે અમદાવાદમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે.
શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. બસ રાણીપ ડેપોમાં જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માતમાં બસનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમ જ ડ્રાઈવર સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અન્ય ચારને ગંભીર ઈજા પહોંચી નથી.
ADVERTISEMENT
આ ઘટના અખબાર નગર બ્રિજ પાસે બીઆરટીએસ બસને આ અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મળતી મુજબ, આગળ ચાલી રહેલ એક વાહનચાલકને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેમાં ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો છે.
જોકે, આ બસ ખાલી હોવાથી મોટી ઘાત ટળી ગઈ હતી. જો આ બસમાં મુસાફરો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત. જોકે, ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવુ જાણવા મળ્યું છે. અકસ્માતમા વચ્ચે બ્રિજની દિવાલ આવી જતા બીઆરટીએસ બસના બે ભાગ થયા હતા. અત્યાર સુધી ક્યારેય આવી ઘટના બની હતી.
રૂટ નંબર 15ની બીઆરટીએસ બસ ઈસ્કોનથી આરટીઓ સર્કલ તરફ જઈ રહી હતી. ત્યારે અખબાર નગર બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ડ્રાઈવર અને સુપરવાઈઝર બે જ લોકો બસમાં હતા.


