મહા અન્નકૂટ રવિવારે ધરાવવામાં આવ્યો હતો

૫૪ ફુટ ઊંચી પ્રતિમા સમક્ષ ૫૭,૦૦૦ કિલો ફ્રૂટ્સનો મહા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો
સાળંગપુરમાં શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાનદાદાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને ૧૭૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ચાલી રહેલા શતામૃત મહોત્સવમાં પહેલી વાર હનુમાનદાદાની ૫૪ ફુટ ઊંચી પ્રતિમા સમક્ષ પાંચ-દસ કે પચીસ નહીં, પરંતુ ૫૭,૦૦૦ કિલો ફ્રૂટ્સનો મહા અન્નકૂટ રવિવારે ધરાવવામાં આવ્યો હતો. ૫૭,૦૦૦ કિલો ફ્રૂટ્સ ગોઠવવા માટે ૬ સંતો અને ૨૦૦ સ્વયંસેવકોએ ૨૪ કલાક મહેનત કરી હતી. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ, લાલજી મહારાજ અને સંતોએ મહા અન્નકૂટની આરતી ઉતારી હતી. મહા અન્નકૂટના મુખ્ય યજમાન તરીકે મુંબઈના પાર્થ ધકાણ અને અમદાવાદના મૂમણ ભરવાજે સહયજમાન તરીકે લહાવો લીધો હતો.

