Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરાઈના ફાર્મહાઉસના સ્વિમિંગ-પૂલમાં યુવક ડૂબી ગયો

ગોરાઈના ફાર્મહાઉસના સ્વિમિંગ-પૂલમાં યુવક ડૂબી ગયો

03 July, 2017 03:41 AM IST |

ગોરાઈના ફાર્મહાઉસના સ્વિમિંગ-પૂલમાં યુવક ડૂબી ગયો

ગોરાઈના ફાર્મહાઉસના સ્વિમિંગ-પૂલમાં યુવક ડૂબી ગયો


kunal lohiya


મીરા-ભાઈંદર કેમિસ્ટ્સ અસોસિએશનના પ૦ ફૅમિલી-સભ્યો ગઈ કાલે બોરીવલીના ગોરાઈમાં એક પ્રાઇવેટ બંગલામાં પિકનિક મનાવવા ગયા હતા એ વખતે ૩૦ વર્ષનો મારવાડી યુવક સ્વિમિંગ-પૂલમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. ગોરાઈ પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

ગોરાઈના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોરાઈના એક બંગલામાં મીરા-ભાઈંદર કેમિસ્ટ્સ અસોસિએશનના સભ્યો પરિવાર સાથે ગઈ કાલે પિકનિક મનાવી રહ્યા હતા ત્યારે બપોરે સવાચાર વાગ્યે ૩૦ વર્ષના કુણાલ લોહિયાનું સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અમે અકસ્માતે મોતનો કેસ દાખલ કરીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’

પોલીસ-સૂત્રોએ જણાવ્યા અનુસાર ગોરાઈમાં એક કૉપોર્રેટરના ફાર્મહાઉસમાં મીરા-ભાઈંદરના કેમિસ્ટ પરિવારના ૫૦ જણ પિકનિક મનાવવા ગયા હતા. મૃત્યુ પામનાર કુણાલ લોહિયા મીરા-ભાઈંદર કેમિસ્ટ્સ અસોસિએશનના પ્રમુખ બાબુલાલ લોહિયાનો દીકરો છે. કુણાલની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2017 03:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK