Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લાઇનમાં ઊભા રહેવા છતાં મૅક્ડોનલ્ડ્સની વાનગી ન મળતાં બોલાવી પોલીસ

લાઇનમાં ઊભા રહેવા છતાં મૅક્ડોનલ્ડ્સની વાનગી ન મળતાં બોલાવી પોલીસ

25 January, 2021 08:38 AM IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાઇનમાં ઊભા રહેવા છતાં મૅક્ડોનલ્ડ્સની વાનગી ન મળતાં બોલાવી પોલીસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં બ્રિટનના મિડ સસેક્સ પાસેના વિસ્તારમાં એક મહિલા મૅક્‍ડોનલ્ડ્સના આઉટલેટમાં તેને ભાવતી વાનગીના બ્રેકફાસ્ટ માટે ડ્રાઇવ થ્રૂની કતારમાં હતી. એ ચોક્કસ વાનગીનો ઑર્ડર નોંધાવવાનો સમય સવારે ૧૧ વાગ્યે પૂરો થતો હતો. કતારમાં આગળ વધતાં-વધતાં પેલી મહિલા ઑર્ડર બુક કરાવવાની બારીએ પહોંચી ત્યારે ઘડિયાળનો કાંટો ૧૧થી આગળ વધી ગયો હતો.

પેલી મહિલા બારી પાસે ગઈ ત્યારે તેને કહેવામાં આવ્યું કે તમે માગો છો એ વાનગી હવે નહીં મળે, ૧૧ વાગી ગયા. તમે નૉર્મલ મેન્યૂમાંથી કોઈ પણ વાનગીનો ઑર્ડર આપી શકો છો. એ વખતે રોષે ભરાયેલી મહિલાએ પોલીસને ફોન કર્યો હતો. એ બાબતમાં પોલીસ કંઈ ન કરી શકે અને મૅક્ડોનનલ્ડ્સના મૅનેજર સાથે જ વાત કરવી પડે એ વાત સમજાવતાં પોલીસ-અધિકારીના નાકે દમ આવી ગયો. ડેરેન ટેલર નામના પોલીસ-અધિકારીએ એ કિસ્સો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વર્ણવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2021 08:38 AM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK