Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું ખૂટે છે (લાઇફ કા ફન્ડા)

શું ખૂટે છે (લાઇફ કા ફન્ડા)

10 February, 2020 05:55 PM IST | Mumbai Desk
Heta Bhushan | feedbackgmd@mid-day.com

શું ખૂટે છે (લાઇફ કા ફન્ડા)

શું ખૂટે છે (લાઇફ કા ફન્ડા)


એક યુવાન કૉલેજનો અભ્યાસ પૂરો કરીને જીવનની નવી શરૂઆત કરવાના ઉંબરે આવીને ઊભો. પિતાએ કહ્યું, ‘ભાઈ, આજથી તારો જીવનસંઘર્ષ શરૂ થાય છે. તું જેવી શરૂઆત કરીશ, આગળ એવું જીવન જીવીશ માટે દરેક પગલું સંભાળીને ભરજે.’
યુવાન મહત્ત્વાકાંક્ષી હતો. તેને જીવનમાં સફળ થવું હતું. બધું જ મેળવવું હતું, પણ કોઈ જાતનો ખોટો નિર્ણય લઈ આંધળુકીયું પગલું તેને લેવું ન હતું. તે પોતાના જીવનની વ્યવસ્થિત શરૂઆત કરવા માગતો હતો એટલે તેને આયોજન કરવાનું નક્કી કર્યું.
યુવાન કાગળ-પેન લઈ લખવા બેઠો કે જીવનમાં મારે શું-શું મેળવવું છે અને એ બધું જ મેળવવા માટે કેટલી અને કઈ દિશામાં મહેનત કરવાની છે. તેણે એક લાંબી, વિગતવાર યાદી તૈયાર કરી. એ યાદી ઘણી લાંબી હતી. સુખી જીવન માટેનાં તમામ સાધનો એમાં લખ્યાં હતાં અને એ માટે જરૂરી હતું પર્યાપ્ત માત્રામાં ધન. ખૂબ પૈસો, આલીશાન ઘર, સુંદર પત્ની-બાળકો, બચત, સમાજમાં પ્રતિષ્ઠા, માન–મરતબો, સમાજસેવા, સદાચાર ભર્યું જીવન, શોખ. આવું બધું વિચારી-વિચારીને તેણે ઘણું લખ્યું. એક સુવ્યવસ્થિત સફળ જીવન માટે જરૂરી લગભગ દરેક ચીજ વિષે તેણે વિચારી લીધું અને યાદીમાં ઉમેરી લીધું. હવે તે આ શું-શું જોઈએની યાદીના એક-એક મુદ્દાને મેળવવા શું કરવું એ વિષે વિચારી તે યાદી લખવા બેઠો. લગભગ આખી રાત તે વિચારીને લખતો રહ્યો અને હાથમાં પેન પકડી મેજ પર જ માથું ઢાળી સૂઈ ગયો.
સવારે બહુ મોડી આંખ ખૂલી. આંખ ખૂલતાં જ યુવાન પોતે બનાવેલી યાદી વાંચી ગયો. કઈ ખૂટતું નથીને એ શોધવા ફરી-ફરી વાંચી ગયો. આમ તો કઈ ખૂટતું ન હતું છતાં તેનું મન કહેતું હતું કે હજી કઈક ખૂટે છે. તે પોતાના દાદા પાસે ગયો અને પોતે જીવનનું સુવ્યવસ્થિત આયોજન કરવા માગે છે અને એ માટે જરૂરી મુદ્દાની યાદી બનાવી છે એમ બધી વાત કરી યાદી દેખાડી અને પછી પૂછ્યું, ‘દાદાજી, તમે જીવનમાં સફળ રહ્યા છો. તમારા અનુભવ મુજબ આ યાદી જોઈ લો અને મને લાગે છે કે હજી કઈક ખૂટે છે, પણ શું? એ સમજાતું નથી. તમે જોઈ લો અને કહો કે શું ખૂટે છે?’
દાદાજી યાદી વાંચી ગયા અને હસ્યા પછી કહ્યું, ‘બધું બરાબર લખ્યું છે, પણ સૌથી પહેલાં એ યાદ રાખજે માત્ર લખવાથી કઈ ન થાય. રાતદિન મંડી પડવું પડે. સતત મહેનત કરવી પડે. આજથી જ શરૂઆત કર, સમય ન બગાડ અને બે વસ્તુ ખૂટે છે એ કહું’. આમ કહી હાથમાં લાલ પેન લઈ આખી યાદી પર દાદાજીએ લખ્યું, ‘સતત મહેનત અને મન અને મગજની શાંતિ.’
દાદાજીએ યાદી પૂરી કરી આપી.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2020 05:55 PM IST | Mumbai Desk | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK