Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > UP-પૅટર્ન પર લડાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

UP-પૅટર્ન પર લડાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

22 March, 2017 05:16 AM IST |

UP-પૅટર્ન પર લડાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

UP-પૅટર્ન પર લડાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી



vijay rupani


રશ્મિન શાહ

આ વર્ષે આવી રહેલું ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન ડિટ્ટો UP-પૅટર્ન પર જ લડવામાં આવશે અને એમાં રિઝલ્ટ આવ્યા સુધી કોઈ વ્યક્તિ કે નેતાને મુખ્ય પ્રધાનપદ માટે પ્રમોટ કરવામાં નહીં આવે. આનો એક અર્થ એવો પણ થયો કે અત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી છે, તેમને જ નવી સરકારમાં મુખ્ય પ્રધાનપદ આપવું કે નહીં એ બાબતની અવઢવ BJPની કોર કમિટીથી માંડીને ખુદ નરેન્દ્ર મોદીના મનમાં છે અને એટલે જ વિજય રૂપાણીને નવા મુખ્ય પ્રધાન તરીકે પ્રમોટ કરવામાં નહીં આવે.

ઉત્તર પ્રદેશના ઇલેક્શનમાં પણ આ જ સ્ટેપ લેવામાં આવ્યું હતું અને કોઈને મુખ્ય પ્રધાનપદ માટે પ્રમોટ કરવામાં નહોતા આવ્યા. રિઝલ્ટ આવ્યા પછી જ નક્કી કરવામાં આવ્યું કે હવે આ જવાબદારી કોને સોંપવી. BJPની કોર કમિટી ઇચ્છે છે કે ગુજરાતના ઇલેક્શન પૂરા થયા પછી ગુજરાતમાં RSSનું પ્રભુત્વ ધરાવતી હોય અને RSS સાથે સીધો તાલમેલ ધરાવતી હોય એવી જ વ્યક્તિને ગુજરાતનું સુકાન સોંપવામાં આવે.

એકધારા તેર વર્ષ ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા પછી ગુજરાતે માત્ર ત્રણ વર્ષના ગાળામાં આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી એમ બે મુખ્ય પ્રધાન જોયાં, જેને લીધે BJPની સ્થિર સરકાર ગુજરાતમાં અકબંધ રહેશે કે નહીં એ પ્રfન ઊભો થતાં નરેન્દ્ર મોદીએ આ સ્ટ્રૅટેજી અને UP-પૅટર્નને કામે લગાડી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2017 05:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK