99 વર્ષના માજીના દેહદાન બાદ ખબર પડી કે અંદરના અવયવો ઉલટાપુલટા હતા

અમેરિકા | Apr 11, 2019, 08:36 IST

જોકે સંતાનોએ ઓરેગોન હેલ્થ ઍન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં તેમનું દેહદાન કર્યું એના થોડાક દિવસ પછી યુનિવર્સિટીના અભ્યાસુઓએ રોઝના દીકરાને ફોન કર્યો

99 વર્ષના માજીના દેહદાન બાદ ખબર પડી કે અંદરના અવયવો ઉલટાપુલટા હતા

અમેરિકાના પોર્ટલૅન્ડના મોલાલા ટાઉનમાં રહેતાં રોઝ મારી બેન્ટલી નામનાં બહેન ૯૯ વર્ષની જૈફ વયે અવસાન પામ્યાં ત્યારે તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમના શરીરનું મેડિકલ યુનિવર્સિટીમાં દેહદાન કરી દેવામાં આવ્યું. જોકે સંતાનોએ ઓરેગોન હેલ્થ ઍન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં તેમનું દેહદાન કર્યું એના થોડાક દિવસ પછી યુનિવર્સિટીના અભ્યાસુઓએ રોઝના દીકરાને ફોન કયોર્. વાત એમ હતી કે જ્યારે તેમના દેહ પર ડિસેક્શન કરીને મેડિકલના વિદ્યાર્થીઓને હાર્ટની રચના અને એમાંથી નીકળતી ધમની અને શિરાઓ વિશે સમજાવવામાં આવી રહ્યું હતું ત્યારે પહેલાં તો ખુદ પ્રોફેસર ગોટે ચડી ગયા. જ્યાં ધમની હોવી જોઈએ ત્યાં શિરા હતી અને જ્યાં શિરા હોવી જોઈએ ત્યાં ધમની હતી. એ પછી તો ડૉક્ટરે તેમના આખા શરીરના આંતરિક અવયવો વિશે તપાસ્યું તો ખબર પડી કે તેમના પેટમાં જે અવયવો ડાબે હોવા જોઈએ એ જમણે હતા અને જમણે હોવા જોઈએ એ ડાબે હતા. માત્ર હૃદય ડાબે હતું, પરંતુ એમાંથી નીકળતી રક્તવાહિનીઓમાં ગરબડ હતી. યુનિવર્સિટીના પ્રોફેસરોને જાણવું હતું કે શું રોઝના પરિવારને આ વિશે ખબર હતી કે કેમ. જોકે તેમનાં સંતાનોને એ વિશે કંઈ જ ખબર નહોતી.

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડઃમાએ 20 વર્ષ સુધી ૪ મૃત બાળકોને કબાટમાં સાચવી રાખ્યા હતા

બધા જ અવયવો ઉલટાપુલટા અને આકારમાં નિયત સાઇઝ કરતાં ઘણા મોટા હતા. ૯૯ વર્ષના જીવનમાં બહેનને ક્યારેય એને કારણે કોઈ જ તકલીફ નહોતી થઈ. ૯૯ વર્ષ જીવેલાં રોઝબહેન છેક સુધી ઘણું સ્વસ્થ જીવન જીવેલાં. પાંચ બાળકો તેમણે ઉછેરેલાં, પતિના ધંધામાં સક્રિય મદદ કરતાં હતાં અને સ્પોર્ટ્સમાં પણ તેઓ અવ્વલ હતાં. પાછલી વયે તેમને આર્થરાઈટિસની તકલીફ હતી એ સિવાય કોઈ મેજર બીમારી તેમની ખબર પૂછવા નહોતી આવી. પાંચ સંતાનો પછી જ્યારે તેમણે ગર્ભાશય કઢાવ્યું ત્યારે ડૉક્ટરને ઍપેન્ડિક્સ પણ રિમૂવ કરવું હતું, પણ ડૉક્ટરને તેમના પેટમાં એ અંગ જ નહોતું મલ્યું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK