Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઈંગ્લેન્ડઃમાએ 20 વર્ષ સુધી ૪ મૃત બાળકોને કબાટમાં સાચવી રાખ્યા હતા

ઈંગ્લેન્ડઃમાએ 20 વર્ષ સુધી ૪ મૃત બાળકોને કબાટમાં સાચવી રાખ્યા હતા

11 April, 2019 08:35 AM IST | ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડઃમાએ 20 વર્ષ સુધી ૪ મૃત બાળકોને કબાટમાં સાચવી રાખ્યા હતા

ઈંગ્લેન્ડઃમાએ 20 વર્ષ સુધી ૪ મૃત બાળકોને કબાટમાં સાચવી રાખ્યા હતા


બાળક મૃત જન્મે એનો આઘાત માને સૌથી વધુ હોય છે, પરંતુ ઇંગ્લૅન્ડના સેન્ટ હેલન્સ શહેરમાં રહેતી બર્નાડેટ ક્વર્કિ નામની મહિલાએ પોતાનાં મૃત બાળકોને પોતાનાથી અળગાં ન કરવાં પડે એ માટે ઘરમાં જ એ મૃતદેહોને સાચવી રાખ્યા હતા. આ વાતનો પર્દાફાશ તેની જ દીકરી જોનાએ કયોર્ હતો. જોના છેક ૩૮ વર્ષની થઈ ત્યારે તેને ખબર પડેલી કે પોતાની માએ ઘરમાં આવાં મૃત નવજાત બાળકો સાચવી રાખ્યાં છે. બર્નાડેટ વારેઘડીએ ઘર બદલતી રહેતી હતી અને તેના રૂમમાં રોજનું એક ઍર-ફ્રેશનરનું કૅન ખાલી કરી દેતી હતી. એ પરથી તેની દીકરી જોનાને શંકા ગઈ હતી. ૨૦૧૦ની સાલમાં જોનાએ માની ગેરહાજરીમાં તેનું કબાટ ખોલીને તપાસ્યું ત્યારે ખબર પડી કે ત્રણ નવજાત મૃત બાળકો પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકેલાં છે અને ચોથા બાળકનું શબ કૅન્વસમાં લપેટીને પથારીની નીચેના ભાગમાં સાચવેલું હતું. જોનાએ તરત જ પોલીસને બોલાવીને આ વાતની જાણ કરી. જોકે પોલીસ તો તેની મા સાથે જોના અને તેના ભાઈને પણ પકડી ગઈ. ત્રણેય પર કેસ ચાલ્યો. કોર્ટમાં બર્નાડેટે સ્વીકારી લીધું કે ‘તે દારૂના નશામાં અનેક પુરુષો સાથે બેફામ સંબંધો બાંધવા લાગેલી ત્યારે ભૂલથી આ બાળકો પેદા થયેલાં. તેણે ઘરે જ એ બાળકોને જન્મ આપ્યો હતો અને ચારેય બાળકો મૃત જન્મ્યાં હોવાથી તેણે તેમને ડબ્બામાં ભરી લીધેલાં.’

આ પણ વાંચોઃ યુપીઃબાઇકની પાછળ બેઠેલી પત્ની પડી ગઈ અને પતિને ખબર જ ન પડી



ચારેય મૃત બાળકોનું પોસ્ટ-મૉર્ટમ કરતાં જાણવા મળ્યું હતું કે ચારેય બચ્ચાં મૃત જ જન્મ્યાં હતાં. એમાંથી બે બાળકો સિંગલ જન્મ્યાં હતાં જ્યારે એક ટ્વિન્સ હતાં. જોનાએ કોર્ટમાં સાબિત કર્યું હતું કે તેની મા માનસિક રીતે અસ્વસ્થ છે. બે મહિના પહેલાં બર્નાડેટનું મોત થયું હતું અને એ પછી કોર્ટે તાજેતરમાં ભાઈ-બહેનને આ કેસમાં નિદોર્ષ જાહેર કર્યા હતાં.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2019 08:35 AM IST | ઈંગ્લેન્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK