Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પતિએ રસોડામાં પાર્ક કરી પોતાની કાર, પત્નીએ કરી આવી ફરિયાદ

પતિએ રસોડામાં પાર્ક કરી પોતાની કાર, પત્નીએ કરી આવી ફરિયાદ

05 September, 2019 06:52 PM IST | ફ્લોરિડા

પતિએ રસોડામાં પાર્ક કરી પોતાની કાર, પત્નીએ કરી આવી ફરિયાદ

પતિએ રસોડામાં પાર્ક કરી પોતાની કાર, પત્નીએ કરી આવી ફરિયાદ

પતિએ રસોડામાં પાર્ક કરી પોતાની કાર, પત્નીએ કરી આવી ફરિયાદ


અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ડોરિયન વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. ત્યારે ફ્લોરિડામાં રહેતા એક ભાઈને ડર હતો કે આ વાવાઝોડામાં ક્યાંક તેની કાર ઉડી ન જાય. એટલે તેણે પોતાની કારને કિચનમાં પાર્ક કરી દીધી. અને તેની પત્નીએ ફેસબુક પર આ વાતને લઈને ફરીયાદ પણ કરી.

જેસિકા નામની મહિલાએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે મારા પતિ પેટ્રિકને ડર છે કે તેની કાર કદાચ ઉડી જશે. એટલે તેણે પોતાની સ્માર્ટ કારને ઘરના રસોડામાં પાર્ક કરી દીધી. અને તેણે એવું પણ ઉમેર્યું કે તેની કારને ગેરેજમાં જ પડી રહેવા દીધી.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..



ડોરિયન વાવાઝોડું યૂએસમાં આગળ વધી રહ્યું છે. જેના કારણે 105 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. બહામાસને ધમરોળ્યા બાદ વાવાઝોડાએ કેરેબિયન ટાપુમાં વિનાશ વેર્યો હતો. જ્યાં સાત જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અને ઘરોને નુકસાન થયું છે. જો કે એવા સમયે ઘરમાં ગાડી પાર્ક કરવાનો આ ભાઈનો વિચાર તો સારો છે.



Whatsapp-channel Whatsapp-channel

05 September, 2019 06:52 PM IST | ફ્લોરિડા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK