Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરે રેનેસાં મૅન પવારને મળ્યા, એનસીપીએ કહ્યું, પિકચર અભી બાકી હૈ

ઉદ્ધવ ઠાકરે રેનેસાં મૅન પવારને મળ્યા, એનસીપીએ કહ્યું, પિકચર અભી બાકી હૈ

25 November, 2019 12:18 PM IST | Mumbai

ઉદ્ધવ ઠાકરે રેનેસાં મૅન પવારને મળ્યા, એનસીપીએ કહ્યું, પિકચર અભી બાકી હૈ

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે શરદ પવારને મુંબઈની એક લક્ઝરી હોટેલમાં એનસીપીના વિધાનસભ્યોને રખાયા છે ત્યાં જઈને મળ્યા હતા. પવઈમાં આવેલી એ હોટેલનું નામ રેનેસાં છે અને એનસીપીના પ્રવક્તા ક્લાયડે ક્રેસ્ટોએ ૨૦ વર્ષ પહેલાં એનસીપીની સ્થાપના કરનારા શરદ પવારની સરખામણી રેનેસાં એટલે કે નવજીવન આપનારા તરીકે કરી હતી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની મુલાકાત પરથી બન્ને પક્ષ વચ્ચે મિત્રતાના નવા સંબંધ બંધાયા હોવાનું દેખાઈ રહ્યું છે.
ક્રેસ્ટોએ ટ્વીટ કરતાં કહ્યું હતું, ‘હે બીજેપી, ગેમ હજી ચાલુ છે. અમારા રેનેસાં મૅન, તમારા મૉડર્ન જમાનાના કહેવાતા ચાણક્ય... તેમને આવવા દો.’
દિવસની શરૂઆતમાં એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશ્વસ્ત કર્યા હતા કે હું રાજ્યના લોકો માટે મહેનત કરીશ.
અજિત પવારની એ ટ્વીટના જવાબમાં ક્રેસ્ટોએ ટ્વીટ કર્યું હતું, ‘ડિયર અજિતદાદા, આપણા વડા પ્રધાનની શુભેચ્છાનો જવાબ આપ્યો હોવાનું જોઈને સારું લાગ્યું, પણ હું તમને યાદ અપાવવા માગું છું કે તમને જેણે અંગત જીવનમાં આંગળી પકડીને રાજકીય જીવનમાં ચાલતાં શીખવ્યું તેમને તમે છોડી દીધા છે, પણ તેમને બીજાઓની શુભેચ્છા મળી રહી છે. અમારી તમને ઘણી શુભેચ્છા.’  શનિવારે એનસીપીના ઉદગીરના વિધાનસભ્ય સંજય બનસોડ મુંબઈ છોડીને જતા હતા ત્યારે તેમને ઉદ્ધવ ઠાકરેના માણસ ગણાતા મિલિંદ નાર્વેકર અને એકનાશ શિંદેએ ઍરપોર્ટ પરથી પકડી લીધા ત્યારે પણ શિવસેના-એનસીપી વચ્ચેની મિત્રતા જોવા મળી હતી.

વિધાનસભ્યોને જે હોટેલમાં રાખવામાં આવ્યા છે એની સુરક્ષા વધારાઈ



બીજેપી દ્વારા વિધાનસભ્યોને પક્ષપલટો કરાવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા એનસીપી, કૉન્ગ્રેસ અને શિવસેનાના વિધાનસભ્યોને મુંબઈમાં જે લક્ઝરી હોટેલમાં રાખવામાં આવ્યા છે એની બહારની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. શનિવારે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ ત્રણે પક્ષોએ તેમના વિધાનસભ્યોને શહેરની વિવિધ હોટેલમાં ખસેડ્યા હતા.
શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના નવા ગઠબંધને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવા પર સહમતી સાધી એના ગણતરીના કલાકોમાં રાજ્યના રાજકારણમાં આ નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. કૉન્ગ્રેસના વિધાનસભ્યોને જુહુની જે. ડબ્લ્યુ મૅરિયટ હોટેલમાં, એનસીપીના વિધાનસભ્યોને પવઈની રેનેસાંમાં અને શિવસેનાના વિધાનસભ્યોને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ નજીકની લલિત હોટેલમાં ખસેડાયા હતા. નેતાઓના અંગત સુરક્ષાકર્મીઓ ઉપરાંત સહાર અને પવઈ પોલીસ-સ્ટેશનના અધિકારીઓ અને આરપીએફના જવાનોને લલિત હોટેલની બહાર ગોઠવવામાં આવ્યા હોવાનું ઝોન ૮ના ડીસીપી મંજુનાથ સિંઘેએ જણાવ્યું હતું. વધુમાં આ ત્રણે હોટેલોના ખાનગી સુરક્ષાકર્મીઓ પણ પૂરતી ચકાસણી વિના કોઈ પણ વાહન કે સામાનને હોટેલમાં પ્રવેશ કરવા દેતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 12:18 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK