આ એક્સપ્રેસ હાઈ-વે પર ફ્રીમાં ચા પીવડાવશે સરકાર

Published: May 05, 2019, 20:31 IST

લખનઉ-આગ્રા હાઈ-વે પર ગત વર્ષે 50 જેટલા અકસ્માતો નોંધાયા હતા. આ અકસ્માતમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો હતો. યૂપીડાએ નિર્ણય કર્યો છે કે, મુસાફરોને ફ્રીમાં ચા આપવી જેના કારણે તેઓને આ સમય પૂરતો આરામ મળી રહે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરી શકાય.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લાંબા પ્રવાસ પર મુસાફરી કરતા કારચાલકો ઘણીવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે તેની પાછળ ખાસ કારણ હોય છે ગાડી ચલાવતી વખતે લાગતો થાક. આવો જ એક રસ્તો છે જ્યા અકસ્માતના બનાવ વધુ બને છે અને તે એટલે લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઈ-વે. આ હાઈ-વે પર વધુ અકસ્માતની તપાસ કરાતા એક અહેવાલમાં સામે આવ્યું કે આ રસ્તા પર કોઈ રિફ્રેશમેન્ટ માટે સ્ટોલ નથી જેના કારણે સતત મુસાફરી કરતા અકસ્માત થવાના સંભાવના વધે છે. આજ કારણે યુપીડા(ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ-વે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરીટી)એ નિર્ણય કર્યો છે કે આ રસ્તા પર મુસાફરી લોકો માટે રિફ્રેશમેન્ટ સ્ટોલ ખોલી લોકોને મફત ચા પીવડાવવામાં આવશે.

યૂપીડા આ રસ્તાઓ પર થતા અકસ્માતો પર છેલ્લા ઘણા સમયથી નજર રાખી રહ્યું હતું. લખનઉ-આગ્રા હાઈ-વે પર ગત વર્ષે 50 જેટલા અકસ્માતો નોંધાયા હતા. આ અકસ્માતમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો હતો. યૂપીડાએ નિર્ણય કર્યો છે કે, મુસાફરોને ફ્રીમાં ચા આપવી જેના કારણે તેઓને આ સમય પૂરતો આરામ મળી રહે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરી શકાય.

આ પણ વાંચો: આ સ્ટાર એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમાશે 7 કરોડ ?

આ સિવાય પણ યૂપીડા દ્વારા અકસ્માતને કાબૂમાં કરવા નવા નિયમોની રચના કરી રહ્યું છે જે ટૂંકાદ સમયમાં લાગૂ કરવામાં આવશે. આ સિવાય સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવશે. લિમિટ કરતા વધુ સ્પીડ પણ ઘણી વાર અકસ્માતને આવકારે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK