Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ સ્ટાર એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમાશે 7 કરોડ ?

આ સ્ટાર એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમાશે 7 કરોડ ?

05 May, 2019 08:43 PM IST |

આ સ્ટાર એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમાશે 7 કરોડ ?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણા લોકો માટે કમાણીનું સાધન બની ચૂક્યુ છે. યૂટ્યૂબથી લઈને ઈન્ટાગ્રામ સુધી, લોકો પોતાના ફોલાઅર્સ અને યૂટ્યૂબ વીડિયોઝ પર મળતા વ્યૂઝને કારણે સારી કમાણી કરી શકે છે. દુનિયાભરમાં સેલેબ્સ પર સોશિયલ મીડિયાની મદદથી કરોડો રુપિયાની કમાણી કરતા હોય છે. કેટલાક સમય પહેલા જ બહાર આવ્યું હતું કે વિરાટ કોહલી ઈન્ટાગ્રામ પર એક પોસ્ટ માટે આશરે 2-3 કરોડ રુપિયા લે છે જ્યારે હૉલીવૂડની એક ટીવી સ્ટાર વિશે પણ આવી વાતો સામે આવી હતી કે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ માટે કરોડો રૂપિયા લે છે.

રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયનના લીગલ દસ્તાવેજો સામે આવ્યા છે, જેના અનુસાર કિમ ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે 3 લાખ ડોલરથી લઈને 5 લાખ ડોલર એટલે કે 2-3.5 કરોડ રુપિયા વસૂલ કરે છે. જો કે કિમની કંપની અનુસાર આ લીગલ દસ્તાવેજ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે જેના અનુસાર કિમ કર્દાશિનય એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે 1 મિલિયન ડોલર એટલે કે 7 કરોડ રુપિયા લઈ શકે છે.



આ પણ વાંચો: The Kapil sharma Show: કેમ ભાવુક થયો કપિલ શર્મા ?


કિમ કર્દાશિયાનએ હાલમાં જ એક ફેશન કંપની પર પરવાનગી વગર ફોટો વાપરવા બદલ કેસ કર્યો હતો. આ વિશે વાત કરતા કિમે કહ્યું હતું કે, પોતાના બ્રાન્ડ નામના ચાલતા તે ઘણા રુપિયા કમાય છે એવામાં કોઈ પણ કંપની પોતાના આર્થિક ફાયદા માટે તેમની તસવીરોનો ઉપયોગ કરી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે તે સિલેક્ટેડ બ્રાન્ડ સાથે જ કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2019 08:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK