Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ યુવતી ૮૭ દિવસમાં ૮૭ મૅરથૉન દોડી, હવે ૧૦૦ મૅરથૉનનો છે ટાર્ગેટ

આ યુવતી ૮૭ દિવસમાં ૮૭ મૅરથૉન દોડી, હવે ૧૦૦ મૅરથૉનનો છે ટાર્ગેટ

29 June, 2020 10:06 AM IST | Mumbai Desk
Mumbai correspondent

આ યુવતી ૮૭ દિવસમાં ૮૭ મૅરથૉન દોડી, હવે ૧૦૦ મૅરથૉનનો છે ટાર્ગેટ

આ યુવતી ૮૭ દિવસમાં ૮૭ મૅરથૉન દોડી, હવે ૧૦૦ મૅરથૉનનો છે ટાર્ગેટ

આ યુવતી ૮૭ દિવસમાં ૮૭ મૅરથૉન દોડી, હવે ૧૦૦ મૅરથૉનનો છે ટાર્ગેટ


અમેરિકાના ન્યુ ઇંગ્લૅન્ડ પ્રાંતના વર્મોન્ટ સ્ટેટના બેનિંગ્ટનની રહેવાસી ઍથ્લિટ મૅરથૉનમાં દોડવા ઇટલી પહોંચી હતી, પરંતુ રોગચાળાના લૉકડાઉનમાં એ મૅરથૉન રદ થતાં એ ઘરમાં ટ્રેડમિલ પર ૮૭ દિવસમાં ૮૭ મૅરથૉન દોડી હતી. ગયા ગુરુવારે ટ્રેડમિલ પર ૮૭ મૅરથૉન એ ઍ‌થ્લિટ દોડી ચૂકી હતી. ઍલિસા ક્લાર્ક નામની ઍ‌થ્લિટ સમર મૅરથૉનમાં દોડવા માટે ગયા માર્ચ મહિનામાં ઇટલી ગઈ હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે મૅરથૉન રદ કરવામાં આવી હતી. ત્યાર પછી ઍલિસાએ ટ્રેડમિલ પર રોજ એક મૅરૉનના અંતર જેટલું દોડવાનું નક્કી કર્યું. અત્યાર સુધીમાં એ રીતે ૮૭ મૅરથૉન દોડ્યા પછી બહાર દોડવા પર નિયંત્રણો ન હટાવાય ત્યાં સુધીમાં એ ૧૦૦ મૅરથૉન પૂરી કરવાની ઇચ્છા રાખે છે. ઍલિસાએ ગઈ ૩૦ મેએ ૬૧ મૅરથૉન દોડીને સતત રોજ એક મૅરથૉન દોડવાનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. સત્તાવાર રીતે એને એ વિક્રમનું પ્રમાણપત્ર આપવામાં આવશે કે નહીં એ સ્પષ્ટ થયું નથી. 


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 10:06 AM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK