Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇટલીના નાનકડા ગામે વિશ્વનું સૌથી વિશાળ ક્રિસમસ ટ્રી બનાવ્યું

ઇટલીના નાનકડા ગામે વિશ્વનું સૌથી વિશાળ ક્રિસમસ ટ્રી બનાવ્યું

26 December, 2019 02:31 PM IST | Mumbai Desk

ઇટલીના નાનકડા ગામે વિશ્વનું સૌથી વિશાળ ક્રિસમસ ટ્રી બનાવ્યું

ઇટલીના નાનકડા ગામે વિશ્વનું સૌથી વિશાળ ક્રિસમસ ટ્રી બનાવ્યું


આજકાલ દેશવિદેશમાં અનોખા ક્રિસમસ ટ્રી જોવા મળે છે. જોકે ઇટલીના એક નાનકડા ગામમાં એક અનોખું ક્રિસમસ ટ્રી માત્ર લાઇટ્સની સજાવટથી તૈયાર કરવામાં આવ્યું છે જે વિશ્વના લાર્જેસ્ટ લાઇટેડ ક્રિસમ ટ્રીનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. ૧૯૮૧માં પહેલી વાર માઉન્ટ ઇગ્નિઓના ઢોળાવ પર ૭૫૦ મીટરના એરિયામાં ક્રિસમસ ટ્રી સ્પ્રેડ કરી દેવામાં આવ્યા હતા અને એ પછી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં એને ૭૦૦ જાયન્ટ લાઇટ્સથી ઝળાંહળાં કરી દેવામાં આવે છે. આ લાઇટિંગ છઠ્ઠી જાન્યુઆરી સુધી ચાલશે. આ જગ્યા સ્થાનિક પૅટ્રન સૅન્ટ યુબાલ્ડોના માનમાં તૈયાર કરવામાં આવી હતી જેને છેક ૧૯૯૧માં વર્લ્ડ્સ લાર્જેસ્ટ ક્રિસમસ ટ્રીનો ખિતાબ મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધી આ પ્રકારે લાઇટ્સ દ્વારા પર્વત પર ક્રિસમસ ટ્રીનું સર્જન કરવાનો રેકૉર્ડ કોઈ તોડી શક્યું નથી. 

દર વર્ષે આ વૃક્ષોને ઝળહળતા રાખવા માટે ગામવાસીઓએ ખાસ્સી જહેમત ઉઠાવવી પડે છે. આ વખતે તેમણે ૮.૫ કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિક કેબલ્સ લગાવ્યા છે અને ૩૦૦૦થી વધુ લાઇટ્સ સજાવી છે. ૨૦૧૦ની સાલથી આ ગામે ક્રિસમસમાં વપરાતી વીજળી ફોટોવૉલેટિક પૅનલ દ્વારા જનરેટ કરવાની શરૂ કરી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2019 02:31 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK