વરસાદની મોસમની જમાવટથી મુંબઈગરાઓને રાહત રહેશે

Published: Jul 13, 2020, 08:55 IST | Gaurav Sarkar | Mumbai

અરબી સમુદ્રમાં ઇશાન ક્ષેત્રમાં ચક્રવાતી પવનનું દબાણ વધતાં આગામી દિવસમાં કોંકણ, ગોવા અને મુંબઈમાં ભારે વરસાદ પડે એવી શક્યતા

આગામી દિવસોમાં કોંકણ, ગોવા અને મુંબઈમાં ભારે વરસાદ જોવા મળશે તસવીર : સમીર માર્કન્ડે
આગામી દિવસોમાં કોંકણ, ગોવા અને મુંબઈમાં ભારે વરસાદ જોવા મળશે તસવીર : સમીર માર્કન્ડે

એકાદ અઠવાડિયાં પૂર્વે છૂટક ઝાપટાં વચ્ચે ઉષ્ણતામાનમાં વૃદ્ધિને કારણે લોકોમાં ફેલાયેલી પરેશાનીમાં આગામી દિવસોમાં રાહત થાય એવો વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાના અધિકારીઓએ દર્શાવી હતી. અરબી સમુદ્રમાં ઇશાન ક્ષેત્રમાં ચક્રવાતી પવનનું દબાણ વધતાં ૧૨થી ૧૬ જુલાઈ સુધી ભારે ઝાપટાંની રમઝટ જામવાની આગાહી સ્કાયમેટ વેધરના અધિકારીઓએ કરી હતી. જોકે ગઈ કાલ સુધીમાં શહેર (કોલાબા) અને પરાં (સાંતાક્રુઝ)માં મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચનો આંકડો પાર કરી ગયો છે.
સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડન્ટ (મીટિરિયોલૉજી અૅન્ડ ક્લાઇમેટ ચેન્જ) મહેશ પાલાવતે જણાવ્યું હતું કે ‘શનિવારે રાતે નવ વાગ્યાથી મુંબઈ શહેર અને પરાંમાં વરસાદ શરૂ થયો અને એ રવિવાર સવાર સુધી પડતો રહ્યો હતો. હવે આકાશ વાદળછાયું રહે છે અને ગયા અઠવાડિયાની સરખામણીમાં વાતાવરણ વધારે અનુકૂળ રહે છે. ગયા અઠવાડિયે અવારનવાર ઝાપટાં પડે અને અરબી સમુદ્ર તરફથી પવનોમાં ભેજનો પ્રવાહ પણ આવતો હતો, એને કારણે ઉષ્ણતામાન ૩૦થી ૩૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. રવિવારે સાંજ સુધીમાં ચોવીસ કલાકનો વરસાદ સાંતાક્રુઝમાં ૨૨ મિલીમીટર અને કોલાબામાં ૧૩ મિલીમીટર નોંધાયો હતો. ગયા અઠવાડિયે ભેજનું પ્રમાણ વધવાને કારણે ગરમી વધારે લાગતી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK